કોરોના મહામારી: સોમવારે દાહોદ જિલ્લામાં નવા 2 કોરોના સંક્રમિત નોંધાયા : બંને કેસ દાહોદ શહેરના

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દાહોદ2 કલાક પહેલા

  • કૉપી લિંક

દાહોદ જિલ્લામાં સોમવારે કોરોનાના નવા 2 કેસ નોંધાયા હતા. પ્રાપ્ત માહિતી અનુસાર આમાં દાહોદ શહેરના જ બે દર્દી કોરોનાગ્રસ્ત હોવાનું નોંધાયું હતું. પ્રજાસત્તાક દિનની રાજ્યકક્ષાની ઉજવણીના આગલા દિવસે તારીખ 25 જાન્યુઆરીના સોમવારે જાહેર થયા મુજબ Rtpcr ટેસ્ટના 155 સેમ્પલો પૈકી 2 અને રેપીડના 536 સેમ્પલો પૈકી તમામ દર્દીઓના રિપોર્ટ નેગેટિવ આવ્યા હતા.

આ સાથે દાહોદ જિલ્લાના કોરોનાગ્રસ્ત દર્દીઓ પૈકી સાજા થયેલા 7 લોકોને ડિસ્ચાર્જ આપી દેવાયું છે. હવે કોરાનાના એક્ટિવ કેસોની સંખ્યા 33 થવા પામી છે.

છેલ્લા પાંચ દિવસમાં માત્ર 11 જ કેસ નોંધાયા
દાહોદ ખાતે જાન્યુઆરી માસના પ્રથમ 25 દિવસમાં કુલ મળીને 151 કેસ નોંધાયા છે. જાન્યુઆરી માસના પ્રથમ 10 દિવસમાં જિલ્લામાં કુલ 92 કેસ નોંધાયા હતા. તો જાન્યુઆરીની તારીખ 11થી 20 ના બીજા 10 દિવસમાં તેનાથી લગભગ અડધા એટલે કે 50 કેસ જ નોંધાયા હતા. તો હાલમાં તારીખ 21થી 25 જાન્યુઆરી દરમિયાનના પાંચ દિવસમાં જિલ્લામાં માત્ર 11 કેસ જ નોંધાયા છે.






Related News

Comments are Closed

%d bloggers like this: