કોરોના મહામારી: દાહોદ ઝાયડસના કોરોના વોર્ડના મુખ્ય તબીબ પોઝિટિવ

દાહોદ36 મિનિટ પહેલા

  • કૉપી લિંક
  • જિલ્લામાં સોમવારે નવા 10 કોરોના સંક્રમિત નોંધાયા
  • છેલ્લા સપ્તાહમાં જ દાહોદ તાલુકાના 37 કેસ નોંધાયા

દાહોદ જિલ્લામાં સોમવારે કોરોનાના નવા 10કેસ નોંધાયા હતા. આ નવા નોંધાયેલ કેસમાં દાહોદના 5, ઝાલોદના 3 અને ગરબાડાના 2 દર્દી કોરોનાગ્રસ્ત હોવાનું નોંધાયું હતું. તારીખ 10/11/2020ને સોમવારે જાહેર થયા મુજબ Rtpcr ટેસ્ટના 250 સેમ્પલો પૈકી 2 અને રેપીડના 836 સેમ્પલો પૈકી 9 દર્દીઓ પોઝિટિવ આવ્યા હતા.

આ સાથે દાહોદ જિલ્લાના કોરોનાગ્રસ્ત દર્દીઓ પૈકી 1 લોકોને સાજા થઇ જતાં ડિસ્ચાર્જ આપી દેવાયું છે. આમ હવે કોરાનાના એક્ટિવ કેસોની સંખ્યા 73 થવા પામી છે. જિલ્લામાં છેલ્લા 5 દિવસમાં 4 વખત બે આંકમાં કોરોના પોઝિટિવ નોંધાયા છે. તેમ છતાંય હજુ બહુધા લોકો માસ્ક કે સોશિયલ ડિસ્ટન્સિંગથી જોજનો દૂર જોવા મળે છે. ત્યારે દીપોત્સવ ટાણે ઠેકઠેકાણે ભીડ જામતા હજુપણ કોરોનાના કેસોની સંખ્યા વધશે કે કેમ તેવો સજાગ દાહોદવાસીઓમાં ગભરાટ વ્યાપેલો છે.

દાહોદ, ઝાલોદ, દેવગઢ બારીયા, અને લીમડી તાલુકામાં છેલ્લા સપ્તાહથી સતત કોરોનાના કેસ વધતા નોંધાતા દીપોત્સવ ટાણે લોકોમાં ભયનું વાતાવરણ ફેલાયું છે. ઉલ્લેખનીય છે કે રવિવારે ઝાયડસ હોસ્પિટલના કોરોના વોર્ડના ડો.મોહિત દેસાઈ પણ પોઝિટિવ આવ્યા છે.


Related News

Comments are Closed

%d bloggers like this: