કોરોના મહામારી: દાહોદ જિલ્લામાં કોરોનાના વધુ 11 કેસ નોંધાયા
દાહોદ40 મિનિટ પહેલા
- કૉપી લિંક
- દાહોદ જિ.માં કોરોનાના વધુ 11 કેસ નોંધાયા
શનિવારે પણ દાહોદના 6 સહિત જિલ્લામાં કોરોનાના નવા 11 દર્દીઓ નોંધાયા હતા. દાહોદ તાલુકાના 4, ઝાલોદના 4 અને ગરબાડાના 1 દર્દી પોઝિટિવ જાહેર થયા હતા. જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા કરવામાં આવેલ Rtpcr ટેસ્ટના 332 સેમ્પલો પૈકી 2 અને રેપિડ ટેસ્ટના 1484 સેમ્પલો પૈકી 9 દર્દીઓ પોઝિટિવ જાહેર થયા હતા. દાહોદ જિલ્લામાં અત્યારમાં સુધી જાહેર થયેલ 1852 પોઝિટિવ દર્દીઓ પૈકી અર્બન એટલેકે શહેર વિસ્તારના 1141 દર્દીઓ અને ગ્રામ્ય વિસ્તારના 711 દર્દીઓ નોંધાયા છે.
આ સાથે સાજા થયેલા 3 દર્દીઓને શનિવારે ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે શુક્રવારે પણ જિલ્લાના કુલ 11 પૈકી દાહોદના 9 દર્દીઓ નોંધાયા હતા. જેને લઈને શહેરી વિસ્તારોમાં કોરોનાનો ભય જોવા મળી રહ્યો છે.
Related News
રસ્તો બનવાની રાહમાં: ફતેપુરા તાલુકાના રાવળના વરૂણામાં આઝાદીના દાયકાઓ બાદ પણ સ્થાનિકો રસ્તાની સુવિધાથી વંચિત
દાહોદ3 કલાક પહેલા કૉપી લિંક સુખસરથી રાવળના વરુણા જતા માત્ર બે કિલોમીટરના રસ્તાની કામગીરી બબ્બેRead More
કરુણ અંજામ: દેવગઢ બારીયાના બૈણામાં પર સ્ત્રીના પ્રેમમા અંધ પતિએ ત્રાસ આપી મરવા મજબૂર કરતા પત્નીએ આત્મહત્યા કરી લીધી
દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક પતિથી ત્રસ્ત પરિણીતાએ સાસરીમાં જ ગળાફાંસો ખાઈ લીધો દેવગઢ બારીયાRead More
Comments are Closed