કોરોના મહામારી: દાહોદમાં ગુરુવારે 18 કોરોનાગ્રસ્ત દર્દીઓ નોંધાયા
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
દાહોદ3 કલાક પહેલા
- કૉપી લિંક
દાહોદ જિલ્લામાં ગુરુવારે કોરોનાના નવા 18 કેસ નોંધાયા હતા. તો સાથે હવે જિલ્લાના કુલ સંક્રમિત્રોની સંખ્યા 2000નો આંક વટાવી જતા તંત્ર અને પ્રજા બંનેમાં ચિંતાના વમળ સર્જાયા છે. ગુરુવારે જાહેર થયેલા કોરોનાના કેસમાં દાહોદ શહેરના 8, ઝાલોદ શહેરના 2 અને ઝાલોદ ગ્રામ્ય વિસ્તારના 3 દર્દી, ગરબાડાના 3 અને દેવગઢ બારીયા ગ્રામ્ય વિસ્તારના 2 દર્દી કોરોનાગ્રસ્ત હોવાનું નોંધાયું હતું.
તા.19.11.2020ને ગુરુવારે જાહેર થયા મુજબ Rtpcr ટેસ્ટના 270 સેમ્પલો પૈકી 13 અને રેપીડના 831 સેમ્પલો પૈકી 5 દર્દીઓ પોઝિટિવ આવ્યા હતા. આ સાથે ગુરુવારે જિલ્લાના સાજા થઈ ચુકેલા વધુ 8ને ડિસ્ચાર્જ આપી દેવાતાં હવે એક્ટિવ કેસોની સંખ્યા 131 થવા પામી છે. આ સાથે જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ 2001 લોકો સંક્રમિત થયા હોવાની માહિતી મળી છે.
Related News
રસ્તો બનવાની રાહમાં: ફતેપુરા તાલુકાના રાવળના વરૂણામાં આઝાદીના દાયકાઓ બાદ પણ સ્થાનિકો રસ્તાની સુવિધાથી વંચિત
દાહોદ3 કલાક પહેલા કૉપી લિંક સુખસરથી રાવળના વરુણા જતા માત્ર બે કિલોમીટરના રસ્તાની કામગીરી બબ્બેRead More
કરુણ અંજામ: દેવગઢ બારીયાના બૈણામાં પર સ્ત્રીના પ્રેમમા અંધ પતિએ ત્રાસ આપી મરવા મજબૂર કરતા પત્નીએ આત્મહત્યા કરી લીધી
દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક પતિથી ત્રસ્ત પરિણીતાએ સાસરીમાં જ ગળાફાંસો ખાઈ લીધો દેવગઢ બારીયાRead More
Comments are Closed