કોરોના બેકાબૂ: દાહોદમાં પર્વ પર આવતાં 7626 લોકો પર આરોગ્ય વિભાગની બાજ નજર

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દાહોદ42 મિનિટ પહેલા

  • કૉપી લિંક
  • આગમન હજી ચાલુ, 1164 લોકો શંકાસ્પદ લક્ષણવાળા મળ્યા
  • 23 લોકો પોઝિટિવ મળ્યા

દાહોદ જિલ્લામાં કોરોનાનો પ્રકોપ હજી જોવા મળી રહ્યો છે ત્યારે પરગામોમાંથી દિવાળી પર્વની ઉજવણી કરવા માટે દાહોદ જિલ્લામાં આવતી પ્રજા આરોગ્ય વિભાગ માટે મોટો ચેલેન્જ બની છે. આરોગ્ય વિભાગ દ્વારા આખા જિલ્લામાં આવા પરિવારોને શોધીને લક્ષણ વાળા લોકોના ટેસ્ટ કરાવવામાં આવી રહ્યા છે. છેલ્લા કેટલાંક દિવસોમાં પર્વની ઉજવણી માટે આવેલા 22 લોકો પોઝિટિવ આવ્યા હોવાનું જાણવા મળ્યું છે.

દિવાળીનો પર્વ ઉજવવા માટે તહેવારના આગમન સાથે જીલ્લાની પ્રજા માદરે વતન પરત આવી રહી છે. તેના કારણે તાલુકા મથકના બજારોમાં ખરીદી માટે લોકોની ચહલપહલ વધેલી જોવા મળી રહી છે. જોકે, કોરોનાની પરીસ્થિતિ હજી કફોડી બનવાના એંધાણ હોવાની કલેક્ટર વિજય ખરાડી અને જિલ્લા વિકાસ અધિકારી રચિત રાજની સુચનાથી જિલ્લા આરોગ્ય અધિકારી આર.ડી પહાડિયાના માર્ગદર્શનમાં તાલુકા બ્લોક હેલ્થ ઓફિસની સીધી નજર હેઠળ આરોગ્ય વિભાગનો સ્ટાફ માદરે વતન આવી રહેલા શ્રમજીવીઓ ઉપર બાજ નજર રાખી રહ્યું છે. બહારગાથી આવનારા લોકોને શોધીને તેમાં શંકાસ્પદ લાગતા લોકોનો કોરોનાનો ટેસ્ટ પણ કરાવવામાં આવી રહ્યો છે.

છેલ્લા કેટલાંક દિવસોમાં જિલ્લામાં પર્વની ઉજવણી માટે આવેલા 2507 પરિવારના 7626 સભ્યો નોંધવામાં આવ્યા છે. આ લોકો પૈકીના શંકાસ્પદ લક્ષણ ધરાવતા 1164 વ્યક્તિઓ મળી આવ્યા હતાં. તેઓનું રેપીડ અને RT PCR ટેસ્ટ કરાવવામાં આવ્યુ હતું. આ લોકોમાંથી 23 લોકો કોરોના પોઝિટિવ મળી આવ્યા હોવાનું જાણવા મળ્યું છે. મહત્તમ લોકો અંત સમયે માદરે વતનમાં આવે તેમ જોવાઇ રહ્યું છે. હજી શ્રમજીવીઓનું આગમન ચાલુ જ છે. જેથી આગામી દિવસોમાં આરોગ્ય વિભાગની મહેનત હજી વધશે તેમ જોવાઇ રહ્યું છે.

તાલુકા વાર પર્વ કરવા આવેલા પોઝિટિવ

તાલુકો સંખ્યા ટેસ્ટ પોઝિટિવ
દાહોદ 2112 330 13
દે.બારિયા 224 225 2
ધાનપુર 303 48 0
ફતેપુરા 977 132 2
ગરબાડા 783 134 2
લીમ.-સિંગવડ 964 101 2
ઝાલોદ 1302 2016 2
સંજેલી 507 77 0






Related News

Comments are Closed

%d bloggers like this: