કોરોના બેકાબૂ: દાહોદની ત્રણ દુકાનો માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સિંગના ઉલ્લંઘન બદલ સીલ કરાઈ
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
દાહોદ3 કલાક પહેલા
- કૉપી લિંક
- માસ્ક નહીં પહેરતા 85 લોકોને ઝડપી રૂ.80,700નો દંડ ફટકાર્યો, લોકોમાં નાસભાગ મચી
દાહોદમાં કોરોનાના સંક્રમણના સમયે પણ બેધડક બની દુકાનોમાં મોટી સંખ્યામાં જાણ મેળાવડો જમા થવાની માહિતી મળતા જ વહીવટી તંત્ર દ્વારા આ દુકાનોમાં આકસ્મિક ધસી જઈને તે તમામ 3 દુકાનોને સીલ કરવામાં આવી હતી.
દાહોદ શહેરમાં અનેક લોકો માસ્ક અને સોશિયલ ડિસ્ટંન્સિંગના નિયમોનું છેડેચોક ઉલ્લંઘન કરતા હોવાની બુમ ઉઠવા પામી છે. ત્યારે તા.23 નવેમ્બરને સોમવારે દાહોદના ગોધરા રોડ ઉપર આવેલી હરિઓમ સ્વીટ્સ એન્ડ ફરસાણ, એમ.જી.રોડ સ્થિત નોવેલ્ટી સ્ટોર અને સ્વામી વિવેકાનંદ ચોક સ્થિત મયુર કંગન સ્ટોરમાં નિયમ કરતા વધુ ગ્રાહકોનો મેળાવડો જામ્યો હોવાની બાતમી મળતા જ વહીવટી તંત્ર દ્વારા આકસ્મિક ચેકીંગ હાથ ધરાતા લોકોમાં નાસભાગ મચી જવા પામી હતી. અધિકારીઓએ ઘટનાસ્થળે પહોંચીને આ દુકાનોને સીલ મારી દીધી હતી. આ વાત દાહોદમાં ફેલાતા આ વિસ્તારોના અન્ય દુકાનદારો પણ પોતાની દુકાનો ટપોટપ બંધ કરીને જતા રહ્યા હતા.
પ્રાંત અધિકારી એમ.એસ.ગણાસવાના વડપણ હેઠળ વહીવટી તંત્ર, આરોગ્ય તંત્ર, પાલિકા તંત્ર અને પોલીસ તંત્રની સંયુક્ત કામગીરી બાદ દુકાનો સીલ કરીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ સાથે જિલ્લાના વિવિધ તાલુકાઓમાં માસ્ક નહીં પહેરવા બદલ 85 વ્યક્તિઓને કુલ રૂ. 80,700 નો દંડ વસુલ્યો હતો
Related News
દુષ્કર્મ: દાહોદના રેબારી ગામે 18 વર્ષીય દિકરીનો એકલતાનો લાભ લઇ નરાધમે દુષ્કર્મ આચર્યુ
Gujarati News National Naradham Takes Advantage Of Loneliness Of 18 year old Daughter In RebariRead More
દાદાગીરી: દાહોદના હીરોલા ગામે ચુંટણીમાં બોગસ મતદાન ન કરવા દેવાના મુદ્દે ભાજપના ચાર વ્યક્તિઓએ કોંગ્રેસની ઉમેદવાર સહિત ત્રણ મહિલાને મારમારી ખુલ્લી લૂંટ કરી
Gujarati News Local Gujarat Dahod In Dahod’s Hirola Village, Four BJP Men Openly Beat UpRead More
Comments are Closed