કોરોના બેકાબૂ: દાહોદના સોમવારે 10 કોરોના સંકમિત સાથે જિલ્લામાં 11 કેસ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દાહોદએક કલાક પહેલા

  • કૉપી લિંક

ફાઈલ તસવીર

  • વધુ એક મૃત્યુ સાથે કુલ 94 સંક્રમિતોના મોત

દાહોદ જિલ્લામાં સોમવારે કોરોનાના નવા 11 કેસ નોંધાયા હતા. છેલ્લા કેટલાય સમયથી દાહોદ શહેરમાં સતત વધી રહેલા કોરોના સંક્રમિતોના આંકમાં સોમવારે એકસાથે 10 નવા કેસ નોંધાતા દાહોદમાં ખળભળાટ મચી જવા પામ્યો છે.

પ્રાપ્ત માહિતી અનુસાર આ 11 કેસમાં દાહોદ શહેરના 10 અને સીંગવડના 1 દર્દી કોરોનાગ્રસ્ત હોવાનું નોંધાયું હતું. તારીખ 11 જાન્યુઆરી 2021 ને સોમવારે જાહેર થયા મુજબ Rtpcr ટેસ્ટના 223 સેમ્પલો પૈકી 9 અને રેપીડના 1007 સેમ્પલો પૈકી 2 દર્દીઓ પોઝિટિવ આવ્યા હતા. આ સાથે દાહોદ જિલ્લાના કોરોનાગ્રસ્ત દર્દીઓ પૈકી 6 લોકોને સાજા થઇ જતાં ડિસ્ચાર્જ આપી દેવાયું છે. હવે મહામારી કોરાનાના એક્ટિવ કેસોની સંખ્યા 94 થવા પામી છે. આ સાથે વધુ એક મૃત્યુ સાથે હવે જિલ્લાના કુલ 94 કોરોનાગ્રસ્તોના મૃત્યુ નોંધાયા છે.






Related News

Comments are Closed

%d bloggers like this: