કોરોના બેકાબૂ: કોરોનાએ પ્રજાને સાદગીપૂર્ણ લગ્ન કરતા કરી દીધા

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દાહોદ3 કલાક પહેલા

  • કૉપી લિંક

દાહોદમાં એક વરરાજા સ્કૂટરયાત્રા કરી લગ્નસ્થળે પહોંચ્યા હતા.

  • દાહોદમાં લગ્નસ્થળે જવા માટે યુવકની વરયાત્રા સ્કૂટર ઉપર જ નીકળી

કોરોનાની નવી ગાઈડલાઈન મુજબ વધુ વ્યક્તિઓને એકઠાં કર્યા વિના કે વરઘોડા વિના લગ્નપ્રસંગો આટોપવાના હોઈ દાહોદમાં એક નવયુવાનની વરયાત્રા સ્કૂટર ઉપર નીકળતાં આકર્ષણનું કેન્દ્ર બની હતી.

આ વખતે હિંદુ શાસ્ત્રોના મુહૂર્ત મુજબ તારીખ 25 નવેમ્બર, દેવઉઠી અગિયારસથી તારીખ 15 ડિસેમ્બર સુધીની માંડ 20 દિવસની લગ્નની સિઝન છે‌. પરંતુ આ સિઝનમાં દાહોદ પંથકમાં કોરોનાનો વ્યાપ નોંધનીય પ્રમાણમાં વધ્યો છે. ત્યારે સરકારની નવી ગાઈડલાઈન મુજબ હવે લગ્નપ્રસંગે માત્ર 100 જ વ્યક્તિઓને બોલાવી શકાય છે. અને જે તે પરિવારજનો પોતાને ત્યાં ભપકેદાર સજાવટ કે ભરચક મેન્યુના બદલે ઓછા નિમંત્રિતોની ઉપસ્થિતિમાં અત્યંત સાદગીપૂર્ણ રીતે નિર્ધારિત લગ્નપ્રસંગ આટોપી રહ્યાં છે. તો હવે લોકો પોતે જ સમજીને વરઘોડા કે આતશબાજી વિના દિવસ દરમિયાન જ ગોરજ લગ્ન કરી લેતા થયા છે. દાહોદના વિહાંગ તલાટી અને મધુના લગ્ન ટાણે ભપકેદાર વરયાત્રા બદલે સ્વજનના સ્કૂટર ઉપર જ લગ્નના સ્થળે પહોંચી ગણતરીના સ્વજનોની ઉપસ્થિતિમાં બપોરે જ લગ્ન આટોપી દીધા હતા.

ગણતરીના સ્વજનોની હાજરીમાં વિધિ કરાઇ
સરકાર વારંવાર કહે છે અને આપણા માટે પણ ફાયદેમંદ જ છે કે આવા સંક્રમણના સમયે વધુ સંખ્યામાં એકઠા થવું ના જોઈએ. મેં મારા લગ્ન સાદગીથી કરવાનું નક્કી કર્યું હતું. માસ્ક સાથે જ એકઠા થયેલા ગણતરીના જ સ્વજનોની હાજરીમાં મારા લગ્ન થયા છે ત્યારે આ સમયે તો હું એ જ કહીશ કે જરાયે ગફલતમાં રહેવા જેવું નથી. ગાઈડ લાઇન અનુસરી સાવચેત રહેવામાં જ શાણપણ છે. – વિહાંગ તલાટી, વરરાજા






Related News

Comments are Closed

%d bloggers like this: