કોરોના બન્યો જીવલેણ: દાહોદ જિલ્લામાં કોરોનાનો કહેર, એક જ દિવસમાં 11 દર્દીના સારવાર દરમિયાન મોત

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દાહોદ3 કલાક પહેલા

  • કૉપી લિંક
  • જિલ્લામાં એક્ટિવ કેસની સંખ્યા 298 થઈ

દાહોદ જિલ્લામાં કોરોના લહેરમા આજે ફરીવાર સૌથી રેકોર્ડ બ્રેક કેસ નોંધાયાં છે. આજે ફરી એક સાથે 45 કોરોના કેસો નોંધાતાં જિલ્લાવાસીઓમાં ફફડાટ ફેલાયો છે. બીજી તરફ આજે એકસાથે કોરોનાથી 11 લોકોના મોત થયા હોવાની સત્તાવાર માહિતી મળતાં જિલ્લામાં ખળભળાટ મચી જવા પામ્યો છે.

દાહોદ જિલ્લામા આર.ટી.પી.સી.આર.ના 992 પૈકી 25 અને રેપીટ ટેસ્ટના 2013 પૈકી 20પોઝીટીવ મળી આજે ફરીવાર કુલ કોરોના આક 45 નોંધાયો છે. આ 45 પૈકી દાહોદ અર્બનમાંથી 05, દાહોદ ગ્રામ્યમાંથી 03, ઝાલોદ અર્બનમાંથી 10, ઝાલોદ ગ્રામ્યમાંથી 08, દેવગઢ બારીઆ ગ્રામ્યમાંથી 01, લીમખેડામાંથી 03, ગરબાડામાંથી 04, ફતેપુરામાંથી 03, ફતેપુરમાંથી 04 અને સંજેલીમાંથી 03 કેસ નોંધાયાં છે.

કોરોનાના વધતાં કેસોને લઈ એક્ટીવ કેસોની સંખ્યામાં પણ ભારે તોતિંગ વધારો નોંધાયો છે. દાહોદ જિલ્લાના સરકારી દવાખાનો કોરોના દર્દીઓથી ઉભરાયાં છે. એક્ટીવ કેસોની સંખ્યા વધીને ૨૯૮ને આંબી ગઈ છે. આજે એક સાથે 11 લોકોના કોરોનાથી મુત્યુ થતાં પરિવારમાં માતમ છવાઈ ગયો છે.તંત્રએ મોતના આકડા જાહેર કર્યા છે.જે હવે પરિસ્થિતિ ની ગંભીરતા છતી કરે છે.

અન્ય સમાચારો પણ છે…





Related News

Comments are Closed

%d bloggers like this: