કોરોના: દાહોદમાં છેલ્લા એક સપ્તાહમાં જ કોરોના સંક્રમણના નવા 71 કેસ
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
દાહોદ2 કલાક પહેલા
- કૉપી લિંક
- શનિવારે ઝાલોદ ગ્રામ્યના 9 સહિત દાહોદ જિલ્લામાં 14 કેસ નોંધાયા
દાહોદ જિલ્લામાં શુક્રવારે ઝાલોદ ગ્રામ્યના એકસાથે 9 કેસ સાથે કોરોનાના 14 નવા સંક્રમિત નોંધાયા હતા. Rtpcr ટેસ્ટના 325 સેમ્પલો પૈકી તમામ 14 પોઝિટિવ કેસ નોંધાયા હતા. તો રેપીડના તમામ 562 સેમ્પલોના રિપોર્ટ નેગેટિવ આવ્યા હતા. આ 14 કેસમાં દાહોદ શહેર અને લીમખેડાના 1-1 કેસ સાથે દેવગઢ બારીયા અર્બનના 3 નવા કેસ હતા. આ સાથે જિલ્લામાં સાજા થયેલા 5 દર્દીઓને ડિસ્ચાર્જ કરાતા હવે કોરાનાના એક્ટિવ કેસોની સંખ્યા 84 થઇ છે. તા.14 થી 20 માર્ચના છેલ્લા એક સપ્તાહમાં જ જિલ્લામાં કુલ મળીને 71 નવા કેસ નોંધાયા છે. જિલ્લાના શહેરી અને ગ્રામ્ય બંને વિસ્તારોમાં પુન: વકરતા જતા કોરોનાને લઈને લોકોમાં ગભરાટ વ્યાપ્યો છે.
જિલ્લામાં 11587 કોરોના ફ્રન્ટલાઇન વોરિયર્સે રસીનો બીજો ડોઝ લીધો
દાહોદ જિલ્લામાં કોરોનાને રોકવા માટે મહેનત કરી રહેલા વોરિયર્સને રસીકરણમાં પ્રાથમિક્તા આપી છે. અત્યાર સુધીમાં આવા 11587 કોરોના વોરિયર્સએ રસીનો બીજો ડોઝ લઇ ચૂક્યા છે. વિભાગ પ્રમાણે જોઇએ તો શિક્ષણ વિભાગના 8278, પોલીસના 2198, નગરપાલિકાના 90, મહેસુલના 407, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના 586 તથા પશુપાલન વિભાગના 20 કર્મચારીઓએ કોરોના રસીનો બીજો ડોઝ લીધો છે. અત્યાર સુધીમાં આ કામગીરી 74 ટકા જેટલી થઇ છે.
Related News
રસ્તો બનવાની રાહમાં: ફતેપુરા તાલુકાના રાવળના વરૂણામાં આઝાદીના દાયકાઓ બાદ પણ સ્થાનિકો રસ્તાની સુવિધાથી વંચિત
દાહોદ3 કલાક પહેલા કૉપી લિંક સુખસરથી રાવળના વરુણા જતા માત્ર બે કિલોમીટરના રસ્તાની કામગીરી બબ્બેRead More
કરુણ અંજામ: દેવગઢ બારીયાના બૈણામાં પર સ્ત્રીના પ્રેમમા અંધ પતિએ ત્રાસ આપી મરવા મજબૂર કરતા પત્નીએ આત્મહત્યા કરી લીધી
દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક પતિથી ત્રસ્ત પરિણીતાએ સાસરીમાં જ ગળાફાંસો ખાઈ લીધો દેવગઢ બારીયાRead More
Comments are Closed