કોરોના જંગ: કોરોનાની રસી લીધા બાદ ડો. કેતન પટેલની રોગપ્રતિકારક શક્તિમાં આઠ ગણો વધારો થયો

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દાહોદ2 કલાક પહેલા

  • કૉપી લિંક
  • નવેમ્બરમાં આઇજીજીનું પ્રમાણ ૦.19 યુનિટ હતું, તે રસી લીધા બાદ 8.10 થયુ

દાહોદમાં કોરોના વાયરસની વેક્સિનના બન્ને ડોઝ લેનારા ડો. કેતન પટેલે પોતાનો એન્ટિબોડી ટેસ્ટ કરાવતા માલૂમ પડ્યું કોરોના વાયરસ સામે લડવાની રોગપ્રતિકાર શક્તિમાં આઠ ગણો વધારો થયો છે.

શરીરમાં કોરોના વાયરસ સામે લડી શકે એવી એન્ટીબોડી બને છે

દાહોદમાં તા.16 જાન્યુઆરીના રોજ રસીકરણના પ્રારંભ વેળાએ પ્રથમ દસ વ્યક્તિને ડોઝ આપવામાં આવ્યો હતો. તેમાં ઇન્ડિય મેડિકલ એસોસીએશનની દાહોદ શાખાના પ્રમુખ ડો. કેતન પટેલનો પણ સમાવેશ થાય છે. ડો. પટેલ કહે છે, મેં ગત્ત નવેમ્બરમાં એન્ટિબોડી ટેસ્ટ કરાવ્યો હતો. આ રિપોર્ટમાં એવું ધ્યાને આવ્યું હતું કે મારામાં શરીરમાં કોરોના વાયરસ સામે લડી શકે એવી એન્ટીબોડી નહોતી.

માનવ શરીરમાં ત્રણ પ્રકારના એન્ટીબોડી બને છે

આઇજીજી પ્રકારની એન્ટીબોડીનું પ્રમાણ માત્ર ૦.19 યુનિટ જ હતું. જો કે, મને તે વખતે કોરોના પણ થયો નહોતો. બાદમાં બન્ને ડોઝ લીધા ગત્ત તા. 25 માર્ચમાં એન્ટિ બોડી ટેસ્ટ કરાવ્યો તો તેમાં આઇજીજીનું પ્રમાણ 8.10 યુનિટ જોવા મળ્યું હતું. એનો બીજો મતલબ એ થયો કે મારી રોગપ્રતિકારક શક્તિમાં આઠ ગણો વધારો થયો છે. માનવ શરીરમાં ત્રણ પ્રકારના એન્ટીબોડી બને છે. જેને ઇમ્યુનોગ્લોબ્યુલન-એમ, જી, અને ઇ તરીકે વર્ગિકૃત કરવામાં આવે છે. એમ પ્રકારની એન્ટિબોડી કોઇ રોગ લાગુ પડે એ બાદ 15 દિવસ સુધી રહેતી હોય છે. એ બાદમાં શરીરમાં જી પ્રકારની એન્ટીબોડી બને છે. જેને આઇજીજી કહેવામાં આવે છે. આ એન્ટિબોડી શરીરમાં લાંબા સમય સુધી સક્રિય રહેતી હોય છે. એલર્જી જેવા દર્દીમાં આઇજીએમ બને છે.

વેક્સિન લીધા બાદ 15 દિવસ બાદ આઇજીજી શરીરમાં બનવાનું શરૂ થાય છે

કોરોના સામે ભારતીય વેક્સિન એકદમ સુરક્ષિત અને 70 ટકા કારગત છે, એ વાત ઉક્ત બાબત સાબિતી આપે છે. ડો. કેતન પટેલ કહે છે કે, કેટલાક લોકોને કોરોના વેક્સિન લીધા બાદ પણ કોરોના વાયરસ થવાની ફરિયાદો આવે છે. તે સ્વાભાવિક છે. વેક્સિન લીધા બાદ 15 દિવસ બાદ આઇજીજી શરીરમાં બનવાનું શરૂ થાય છે. હવે દરમિયાન જો કોઇ ચેપ લાગે તો કોરોના વાયરસ થઇ શકે છે. શરીરમાં કોરોના વાયરસનું પ્રમાણ કેટલાક પ્રમાણમાં છે ? એના આધારે એન્ટિબોડી કામ કરે છે. એટલે, સ્વાભાવિક પણે કોરોના વાયરસ લાગુ પડી શકે છે. પણ, નાગરિકોએ ગભરાયા વિના રસી લેવી જોઇએ.

અન્ય સમાચારો પણ છે…





Related News

Comments are Closed

%d bloggers like this: