કોરોના કાળ: 4 દિવસમાં દાહોદના 10 તબીબો સહિત 15 કર્મીઓ કોરોના પોઝિટિવ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દાહોદ3 કલાક પહેલા

  • કૉપી લિંક
  • ઝાલોદ ગ્રામ્યના 12 સહિત નવા 35 કેસ

દાહોદ જિલ્લામાં Rtpcr ટેસ્ટના 1123 સેમ્પલો પૈકી 25 અને રેપીડના 1754 સેમ્પલો પૈકી 10 પોઝિટિવ નોંધાયા હતા. બુધવારે નોંધાયેલ નવા કેસ‌ પૈકી દાહોદ શહેરના 6, દાહોદ ગ્રામ્યના 4, ફતેપુરાના 3, ઝાલોદ અર્બન, દે.બારિયા ગ્રામ્ય અને ધાનપુરના 2- 2, ઝાલોદ ગ્રામ્ય 12, બારિયા અર્બન, લીમખેડા, સીંગવડ તથા ગરબાડાના 1-1 નવા સંક્રમિતો નોંધાયા હતા.

આ સાથે જિલ્લામાં સાજા થયેલા 41 લોકોને ડિસ્ચાર્જ કરાયા બાદ હવે કોરાનાના એક્ટિવ કેસોની સંખ્યા 299 થઇ છે. તો બુધવારે ઝાયડસ હોસ્પિટલ ખાતે કોરોનાની સારવાર પામતા વધુ 6 દર્દીઓના મૃત્યુ નોંધાતા હવે કુલ 132 કોરોનાગ્રસ્તોના મૃત્યુ નોંધાયા છે. ઉલ્લેખનીય છે કે દાહોદ ખાતે ગત 3-4 દિવસ દરમ્યાન થયેલ પરીક્ષણોમાં દાહોદની ખાનગી હોસ્પિટલોના 10 તબીબો અને ઝાયડસ અને પ્રાઈવેટ હોસ્પિટલોના 5 જેટલા કર્મીઓ પણ પોઝિટિવ નોંધાયા છે.

અન્ય સમાચારો પણ છે…





Related News

Comments are Closed

%d bloggers like this: