કોરોના કાળ: દાહોદમાં નગર પાલિકા પ્રમુખ દ્વારા 30 હજાર ઘર અને દુકાનમાં માસ્ક મોકલાયા

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દાહોદ2 કલાક પહેલા

  • કૉપી લિંક

દાહોદ શહેરમાં નગર પાલિકા પ્રમુખ અભિષેક મેડાએ લોકોના સ્વાસ્થયની ચિંતા કરીને આ વખતે દિવાળીની શુભેચ્છા પાઠવતી પત્રિકા અને તેની સાથે માસ્કનું વિતરણ કર્યુ હતું. દાહોદ શહેરમાં 20583 ઘર અને 7887 દુકાનોમાં પત્રિકા અને માસ્ક કુરિયર કરવામાં આવ્યા હતાં. આ સાથે 1278 માસ્ક રાજ્યના વિવિધ અધિકારી અને મંત્રી મંડળ ખાતે મોકલવામાં આવ્યા હતાં. શહેરની પ્રજાને આ વખતે સાવચેતી રાખીને પર્વની ઉજવણી કરવાની શીખ આપી હતી. આ જનજાગૃતિ અભિયાનનું અગાઉથી આયોજન કરીને તેને પાર પાડવામાં આવ્યુ હતું. પત્રિકા સાથે માસ્ક લોકો સુધી મોકલવા સાથે કોરોનાની પરીસ્થિતિને ધ્યાનમાં રાખવાની શીખ આપવાની આ પદ્ધતિની સરાહના કરાઇ હતી.






Related News

Comments are Closed

%d bloggers like this: