કોરોના કહેર: દહોદના દેવગઢબારિયા નગરમાં ખાનગી શાળાના બે શિક્ષકોને કોરોનો પોઝિટિવ આવતા વાલીઓમાં ફફડાટદાહોદના દેવગઢબારિયા નગરમાં ખાનગી શાળાના બે શિક્ષકોને કોરોનો પોઝિટિવ આવતા વાલીઓમાં ફફડાટ
- Gujarati News
- Local
- Gujarat
- Dahod
- Two Teachers Of A Private School In Devgadhbaria Town Of Dahod Have Been Slapped In The Face By Parents Who Tested Positive For Corona.
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
દાહોદએક કલાક પહેલા
- કૉપી લિંક

- બંને શિક્ષકો ગોધરાથી આવે છે 300 જેટલા વિદ્યાર્થીઓ નગર તેમજ આસપાસના ગામડાઓમાંથી અભ્યાસ અર્થે આવે છે
દેવગઢબારિયા નગરમાં આવેલ એક ખાનગી શાળામાં બે શિક્ષકોને કોરોના પોઝિટિવ આવતા વાલીઓમાં ફફડાટ વ્યાપ્યો છે. એક શિક્ષક સરકારી હોસ્પિટલમાં સારવાર હેઠળ જ્યારે અન્ય એક શિક્ષક હોમ આઈસ્યુલેટ થયા હોવાનું જાણવા મળી રહ્યું છે.
દેવગઢબારિયા નગરમાં કોરોનાની મહામારી વચ્ચે સરકાર દ્વારા કેટલાક નિયમોને અનુસાર સરકારી તેમજ ખાનગી શાળાઓ ખોલવા માટેની ગાઈડ લાઈન બહાર પાડવામાં આવતા નગરની સરકારી તેમજ ખાનગી શાળાઓ સરકારના ધારાધોરણ મુજબ ખોલવામાં આવી હતી. જેમાં જે વાલી દ્વારા લેખિતમાં પોતાના બાળકની શાળાએ શાળામાં જવાની મંજૂરી આપવામાં આવે છે તેવા જ બાળકને શાળામાં અભ્યાસ માટે પ્રવેશ આપવામાં આવી રહ્યો છે. ત્યારે આ શાળામાં હાલમાં 300 જેટલા વિદ્યાર્થીઓ નગર તેમજ આસપાસના ગામડાઓમાંથી અભ્યાસ અર્થે આવી રહ્યા છે.
જેમાં શિક્ષકો પણ નગર તેમજ બહારથી અપડાઉન કરતા રોજ શાળામાં આવે છે, ત્યારે મધ્યમાં આવેલ એસ.આર હાઈસ્કૂલમાં માધ્યમિક તેમજ ઉચ્ચતર માધ્યમિકમાં ફરજ બજાવતા ગોધરાથી બે શિક્ષકને કોરોનો પોઝિટિવ આવતા એક શિક્ષક સરકારી હોસ્પિટલમાં સારવાર હેઠળ જ્યારે અન્ય એક શિક્ષક હોમ આઈસ્યુલેટ થયા હોવાનું જાણવા મળી રહ્યું છે.
ત્યારે શિક્ષકોનો કોરોનો પોઝિટિવ આવતા શાળા પરિવાર તેમજ નગરજનોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે, પાલિકા તંત્ર દ્વારા એસ.આર હાઈસ્કૂલમાં સેનેટાઈઝરની કામગીરી હાથ ધરી છે. ત્યારે આરોગ્ય તંત્ર હરકતમાં આવશે કે કેમ તે જોવાનું રહ્યું.
Related News
ગુણકારી લીમડો: દાહોદમાં ચૈત્રી નોરતા નિમીતે લીમડાના રસનુ વિતરણ પૂરજેાશમાં શરૂ
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ4 કલાક પહેલાRead More
નકલી અધિકારી: ઝાલોદના વાંકોલમાં નકલી અધિકારીઓ ડમ્પર સહિત પાંચ લાખનો મુદ્દામાલ લૂંટી ફરાર થયા
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ3 કલાક પહેલાRead More
Comments are Closed