કોરોના ઇફેક્ટ: કોરોનાને અટકાવવા રવિવારે દાહોદ શહેર જડબેસલાક બંધ, પાલિકા દ્વારા વિસ્તારો સેનિટાઇઝ કરાયા; બપોરે માર્ગો સૂમસામ ભાસ્યા

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Dahod
  • Dahod City Jadbaslak Closed On Sunday To Prevent Corona, Areas Sanitized By The Municipality; In The Afternoon, The Roads Were Smooth

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દાહોદ2 કલાક પહેલા

  • કૉપી લિંક
દાહોદ શહેર રવિવારે જડબેસલાક બંધ રહ્યું હતું. તેમજ પાલિકા દ્વારા વિવિધ વિસ્તારો સેનેટાઇઝ કરાયા હતા. ફતેપુરામાં પણ રવિવારે ધંધા રોજગાર બંધ જોવા મળ્યા હતા. - Divya Bhaskar

દાહોદ શહેર રવિવારે જડબેસલાક બંધ રહ્યું હતું. તેમજ પાલિકા દ્વારા વિવિધ વિસ્તારો સેનેટાઇઝ કરાયા હતા. ફતેપુરામાં પણ રવિવારે ધંધા રોજગાર બંધ જોવા મળ્યા હતા.

દાહોદ શહેરમાં 51 દિવસ બાદ ફરીથી રવિવારે વાણિજ્યિક પ્રવૃતિ બંધ રાખવાના આદેશના પગલે આખુ શહેર જડબેસલાક બંધ જોવા મળ્યું હતું. શહેર સહિત જિલ્લામાં કોરોનાના વધતા કેસો જોઇને તેમજ વિવિધ વિસ્તારોને સેનેટાઇઝ કરવા માટે કલેક્ટર વિજય ખરાડી દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો હતો. રવિવારની સવારથી જ શહેરના માર્ગો ઉપર ઓછા લોકો જોવા મળ્યા હતાં. મહત્તમ લોકોએ પોતાના ઘરમાં જ રહેવાનું પસંદ કર્યુ હતું. આવશ્યક કામ હોય તે લોકો જ ઘરની બહાર નીકળતા વિવિધ વિસ્તારોમાં હળવી ચહલ-પહલ જોવા મળી હતી. બજારો બંધ રહ્યા હોવાને કારણે નગરપાલિકા દ્વારા વિવિધ વિસ્તારોમાં સેનિટાઇઝની કામગીરી કરી હતી.

બપોરના સમયે તો ગણતરીના વાહનો સિવાય રસ્તા સુમસામ જોવા મળ્યા હતાં. કેટલાંક વિસ્તારમાં શાકના પથારા અને ફ્રુટની લારીઓ સિવાય એક પણ દુકાન ખુલ્લી જોવા મળી ન હતી. સ્ટેશન રોડ, એમ.જી રોડ, પડાવ, ગોધરા રોડ, ગોવિંદ નગર, હનુમાન બજાર, નેતાજી બજાર, કથીરીયા બજાર સહિતના બજારો જડબેસલાક બંધ જોવા મળ્યા હતાં. ઉલ્લેખનિય છે કે, વર્ષ 2020ની 21 માર્ચના રોજ સ્વંય ભૂ કરફ્યુ હોઇ તે દિવસે પણ આખુ દાહોદ શહેર જડબેસલાક બંધ રહ્યુ હતું. ત્યારે એક વર્ષ બાદની 21 જાન્યુઆરીએ પણ શહેરમાં વાણિજ્યિક પ્રવૃતિ બંધ રહી હતી. શહેર સાથે જિલ્લામાં મોટા ભાગના વિસ્તારો બંધ જોવા મળ્યા હતાં.

દાહોદ શહેર-ગ્રામ્યના 9, બારિયાના 4 અને સીંગવડના 2 પોઝિટિવ કેસ
દાહોદ જિલ્લામાં રવિવારે કોરોનાના 15 નવા સંક્રમિત નોંધાયા હતા. દાહોદ જિલ્લામાં લેવામાં આવેલા Rtpcr ટેસ્ટના 331 સેમ્પલો પૈકી 15 વ્યક્તિઓ પોઝિટિવ આવ્યા હતાં. જ્યારે રેપીડ ટેસ્ટ 219 કરાયા હતા તેમાં એક પણ પોઝિટિવ મળ્યો ન હતો. રવિવારે પોઝિટિવ આવેલા લોકોમાં દાહોદ શહેરના 7, દાહોદ ગ્રામ્યના 2, દેવગઢ બારિયા શહેરના 4 અને સીંગવડના 2 મળી કુલ 15નો સમાવેશ થાય છે. રવિવારના રોજ 6 દર્દીઓને ડીસ્ચાર્જ કરાયા હતા. આ સાથે જિલ્લામાં હવે કોરાનાના એક્ટિવ કેસોની સંખ્યા 92 થઇ છે.દાહોદ જિલ્લામાં કોરોનાના કેસોમાં એકાએક જ વધારો થતાં ચિંતાનો વિષય બન્યો છે.

અડધી શટરો ખોલી વેપાર કર્યો
શહેરમાં સવારના સમયે કેટલાંક વેપારીઓએ પોતાની દુકાનની અડધી શટર ખોલીને વેપાર કર્યો હતો. જોકે, લોકો જ નહિંવત નીકળતા બપોરના સમયે તે દુકાનો પણ બંધ કરી દેવાઇ હતી. સાંજના સમયે ફરી કેટલાંક લોકોએ દુકાનના ઓટલે બેસી વેપાર કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે…





Related News

Comments are Closed

%d bloggers like this: