કોરોના અપડેટ: મહીસાગરમાં સતત 33માં દિવસે શૂન્ય કેસ

લુણાવાડા44 મિનિટ પહેલા

  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar

પ્રતીકાત્મક તસ્વીર

  • એક પણ દર્દી સારવાર હેઠળ નથી

મહીસાગર જિલ્‍લામાં સતત 33મા દિવસે એકપણ કેસ ન નોંધાતા મહીસાગર જિલ્‍લો કોરોનામુકત રહ્યો છે. જિલ્લામાં કોરોનાના અત્યાર સુધીમાં કુલ 7491 કેસ પોઝીટીવ નોધાયા છે. હાલ જિલ્‍લામાં એકપણ દર્દી સારવાર હેઠળ નથી. મહીસાગર જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ 7418 દર્દીઓ સ્વસ્થ થઇને સ્વગૃહે પરત ફર્યા છે. જિલ્લામાં કોરોનાના સંક્રમણને કારણે 22 વ્યક્તિનું મૃત્યુ થયા છે.

દાહોદ જિ.માં 1 કેસ નોંધાયો
દાહોદ. દાહોદ જિલ્લામાં શુક્રવારે પણ એક કેસ નોંધાયો હતો. તા.23.7.’21 ને શુક્રવારે Rtpcr ટેસ્ટના 1931 સેમ્પલો પૈકી 1 કેસ પોઝિટિવ નોંધાયો હતો તો અને રેપીડના 676 સેમ્પલોના તમામ કેસ નેગેટિવ હોવાનું નોંધાયું હતું. આ સાથે જિલ્લામાં એક્ટિવ કેસોની સંખ્યા 10 થઈ ગઈ છે.

અન્ય સમાચારો પણ છે…





Related News

Comments are Closed

%d bloggers like this: