કોરોના અપડેટ: મહીસાગરમાં 2820 દર્દીઓ સાજા થયા, હાલ સક્રિય 652
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
લુણાવાડા/દાહોદ3 કલાક પહેલા
- કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર
- જિલ્લામાં શુક્રવારે કોરોનાના 93 કેસ સાથે કુલ આંક 3523
મહીસાગર જિલ્લામાં શુક્રવારે બાલાસિનોર તાલુકાની 8 સ્ત્રી, 14 પુરૂષ, કડાણા તાલુકાની 5 સ્ત્રી, 6 પુરૂષ, ખાનપુર તાલુકાની 3 સ્ત્રી, 7 પુરૂષ, લુણાવાડા તાલુકાની 7 સ્ત્રી, 13 પુરૂષ, સંતરામપુર તાલુકાની 6 સ્ત્રી, 10 પુરૂષ, વિરપુર તાલુકાની 6 સ્ત્રી, 8 પુરૂષનો કોરોના રીપોર્ટ પોઝીટીવ અાવતા જિલ્લામાં કોરોનાના અત્યાર સુધીમાં કુલ 3523 કેસ પોઝીટીવ નોધાયા છે.
જિલ્લામાં સારવાર લઇ રહેલા દર્દીઓ પૈકી બાલાસિનોર તાલુકાની 1 સ્ત્રી, 4 પુરૂષ, કડાણા તાલુકાની 4 સ્ત્રી, 3 પુરૂષ, ખાનપુર તાલુકાની 1 સ્ત્રી, 4 પુરૂષ, લુણાવાડા તાલુકાની 5 સ્ત્રી, 7 પુરૂષ, સંતરામપુર તાલુકાની 4 સ્ત્રી, 4 પુરૂષ અને વિરપુર તાલુકાની 1 સ્ત્રી, 1 પુરૂષ દર્દીઓએ શુક્રવારે કોરોનાને માત આપતાં જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ 2820 દર્દીઓ સ્વસ્થ થયા છે. જિલ્લામાં કોરોનાને કારણે 11ના જયારે અન્ય કારણથી 40ના મોત થતાં કુલ 51 મોત નોંધાયા છે.
લુણાવાડા| , નગરના પૂજારી તથા વીરપુરના વેપારીનું મોત
કોરોના મહામારીમાં મોટી સંખ્યામાં લોકોના મોત પણ નિપજી રહ્યા છે. ત્યારે લુણાવાડાના સત્યનારાયણ મંદિરના પૂજારી દંપતી કોરોનાથી સંક્રમિત થયું હતંુ. જેમાં મફતભાઈ પંડયાનું નિધન થયું હતું. જ્યારે તેમના પત્ની હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. જ્યારે વીરપુરમાં ચશ્માંના વેપારી યુસુફ મેમણનું પણ કોરોનાથી મોત થયું હતું. લુણાવાડા શહેરમાં મુસ્લિમ સમાજમાં કોરોનાથી 5ના મોત તથા તાલુકાના કોઠંબા વિસ્તારમાં 17 મોત સહિત તાલુકામાં કુલ 30થી વધુ મોત થયા છે.
દાહોદ, જિલ્લામાં શુક્રવારે કોરોનાના અધધ..115 કેસ
દાહોદ જિલ્લામાં શુક્રવારે કોરોનાના 115 કેસ નોંધાયા હતા. જેમાં Rtpcr ટેસ્ટના 658 સેમ્પલો પૈકી 69 અને રેપીડના 1665 સેમ્પલો પૈકી 46 સંક્રમિત હોવાનું નોંધાયું હતું. તા.23 એપ્રિલ 2021ના રોજ દાહોદ જિલ્લામાં નોંધાયેલા નવા કેસ પૈકી દાહોદ શહેરના 13, દાહોદ ગ્રામ્યના 19, ઝાલોદ અર્બન 18, ઝાલોદ ગ્રામ્ય 24, દે.બારિયા અર્બન 2, દે.બારિયા ગ્રામ્ય 3, લીમખેડા 7, સીંગવડ 4, ગરબાડા 12, ધાનપુર 2, ફતેપુરા 5 અને સંજેલીના 6 નવા સંક્રમિતો નોંધાયા હતા. આ સાથે જિલ્લામાં સાજા થયેલા 43 લોકોને ડિસ્ચાર્જ કરાયા બાદ હવે કોરાનાના એક્ટિવ કેસોની સંખ્યા 657 થઇ છે. તો જિલ્લામાં કોરોનાથી વધુ 8 દર્દીઓના મૃત્યુ સાથે કુલ 193 કોરોનાગ્રસ્તોના મોત નોંધાયા છે.
Related News
રસ્તો બનવાની રાહમાં: ફતેપુરા તાલુકાના રાવળના વરૂણામાં આઝાદીના દાયકાઓ બાદ પણ સ્થાનિકો રસ્તાની સુવિધાથી વંચિત
દાહોદ3 કલાક પહેલા કૉપી લિંક સુખસરથી રાવળના વરુણા જતા માત્ર બે કિલોમીટરના રસ્તાની કામગીરી બબ્બેRead More
કરુણ અંજામ: દેવગઢ બારીયાના બૈણામાં પર સ્ત્રીના પ્રેમમા અંધ પતિએ ત્રાસ આપી મરવા મજબૂર કરતા પત્નીએ આત્મહત્યા કરી લીધી
દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક પતિથી ત્રસ્ત પરિણીતાએ સાસરીમાં જ ગળાફાંસો ખાઈ લીધો દેવગઢ બારીયાRead More
Comments are Closed