કોરોના અપડેટ: પંચમહાલના ગ્રામ્યમાંથી કોરોનાના 125 કેસ નોંધાતાં કુલ આંક 2804

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગોધરા6 કલાક પહેલા

  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar

પ્રતીકાત્મક તસ્વીર

  • જિલ્લામાં કોરોનાના 145 કેસ નોંધાતાં કુલ 7644 થયા
  • રવિવારે જિલ્લામાં 84 કોરોનાના દર્દીઓ સ્વસ્થ થયા

પંચમહાલ જિલ્લાના ગ્રામીણ વિસ્તારમાં કોરોના સંક્રમણ ફેલાત ાગ્રામ્ય વિસ્તારમાં કોરોના કેસમાં ઉછાળો અાવી રહ્યો છે. જિલ્લાના ગ્રામ્ય કક્ષાાઅે કોરોના બેકાબુ બનતાં વહીવટી તંત્ર અે કોવિડ કેર સેન્ટરો ખોલ્યા છે. રવિવારે જિલ્લામાં કોરોના 145 કેસ નોંધાતા જિલ્લામાં કુલ 7644 કેસ નોંધાયા હતા. જેમાં ગ્રામ્ય વિસ્તારોમાંથી 125 કોરોના કેસ મળી અાવ્યા હતા. જિલ્લાના ગ્રામીણ વિસ્તારો હાલોલ 41, ગોધરા 36, ઘોઘંબા 29, મોરવા(હ) 12 તથા શહેરા 7 કોરોના કેસ નોંધાતા ગ્રામ્યમાંથી કુલ 2804 કોરોના કેસ થયા હતા.

જયારે રવિવારે ફક્ત હાલોલ શહેરમાંથી 20 કોરોના પોઝિટિવ કેસ મળી અાવતાં શહેરી વિસ્તારમાં કોરોના કુલ 4840 કેસ નોંધાયા હતા. રવિવારે કોરોના 84 દર્દીઅો કોરોનાને માત અાપીને સાજા થતાં તેઅોને રજા અપાઇ હતી. જિલ્લામાં કોરોનાને 6149 દર્દીઅો હરાવીને સાજા થયા હતા. જિલ્લામાં કોરોના 1319 સક્રીય દર્દીઅો સારવાર લઇ રહ્યા છે. જિલ્લામાં કોવિડથી 71 અને નોનકોવિડથી 108 કોરોના દર્દીઅો મૃત્યુ પામ્યા હતા. જિલ્લામાં રસીકરણ ધીમુ પડતા રવિવારે ફક્ત 288 વ્યક્તિઓ રસી મુકાવી હતી. જિલ્લામાં કુલ 253090 વ્યક્તિઅોઅે કોરોનાની રસી મુકાવી હતી

મહીસાગરમાં રવિવારે 140 પોઝિટિવ કેસ નોંધાયા
લુણાવાડા. મહીસાગર જિલ્લામાં રવિવારે બાલાસિનોર તાલુકામાં 42, કડાણા તાલુકામાં 15, ખાનપુર તાલુકામાં 12, લુણાવાડા તાલુકામાં 22, સંતરામપુર તાલુકામાં 37 અને વિરપુર તાલુકામાં 12 લોકોના કોરોના રિપોર્ટ પોઝિટિવ અાવતા જિલ્લામાં કોરોનાના કુલ 5905 કેસ પોઝિટિવ નોધાયા છે. જિલ્લામાં સારવાર લઇ રહેલા દર્દીઓ પૈકી બાલાસિનોર તાલુકામાં 24, કડાણા તાલુકામાં 13, ખાનપુર તાલુકામાં 10, લુણાવાડા તાલુકામાં 28, સંતરામપુર તાલુકામાં 20 અને વિરપુર તાલુકામાં 8 દર્દીઓએ કોરોનાને માત આપતાં જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ 4195 દર્દીઓ સ્વસ્થ થઇને સ્વગૃહે પરત ફર્યા છે. જિલ્લામાં કોરોનાના સંક્રમણને કારણે 22 વ્યક્તિનું મૃત્યુ થયા છે.

દાહોદ જિ.માં 79 સંક્રમિતો સામે 116ને ડિસ્ચાર્જ અપાયા
​​​​​​​દાહોદ. દાહોદ જિલ્લામાં રવિવારે કોરોનાના નવા 79 કેસ નોંધાયા હતા. દાહોદ જિલ્લામાં રવિવારે Rtpcr ટેસ્ટના 1410 સેમ્પલો પૈકી 62 અને રેપીડના 360 સેમ્પલો પૈકી 17 સંક્રમિત હોવાનું નોંધાયું હતો. તા.9.5.’21 ના રોજ દાહોદ જિલ્લામાં નોંધાયેલ નવા કેસ‌ પૈકી દાહોદ શહેરના 14, દાહોદ ગ્રામ્યના 4, ઝાલોદ અર્બન 1, ઝાલોદ ગ્રામ્ય 19, દે.બારિયા અર્બન 2, દે.બારિયા ગ્રામ્ય 9, લીમખેડા 3, સીંગવડ 1, ગરબાડા 9, ધાનપુર 4, ફતેપુરા 8 અને સંજેલીના 5 નવા સંક્રમિતો નોંધાયા હતા. આ સાથે જિલ્લામાં સાજા થયેલા 116 લોકોને ડિસ્ચાર્જ કરાયા બાદ હવે કોરાનાના એક્ટિવ કેસોની સંખ્યા 787 થઇ છે. તો જિલ્લામાં સારવાર પામતા વધુ 5 દર્દીઓના મૃત્યુ નોંધાયા છે.

અન્ય સમાચારો પણ છે…

Related News

Comments are Closed

%d bloggers like this: