કોરોના અપડેટ: દાહોદ સાંસદ કોરોનામુક્ત થતાં હોસ્પિટલમાંથી રજા અપાઇ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દાહોદ40 મિનિટ પહેલા

  • કૉપી લિંક
  • સાંસદ જશવંતસિંહ ભાભોર હવે હોમ ક્વોરન્ટાઇન રહેશે

દાહોદના સાંસદ જશવંતસિંહ ભાભોર કોરોનામાં લપેટાઇ જતાં તેમને અમદાવાદની યુ.એન મહેતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતાં. 12 દિવસ બાદ તેઓ સ્વસ્થ થતાં દવાખાનેથી રજા આપવામાં આવી હતી. દાહોદના સાંસદ જશવંતસિંહ ભાભોરની 13મી ફેબ્રુઆરીના રોજ તબિયત ખરાબ થતાં અમદાવાદ ખાતે કોરોનાનો ટેસ્ટ કરતાં તેઓ પોઝિટિવ આવ્યા હતાં. 12 દિવસની ઘનિષ્ઠ સારવાર બાદ તેઓ સ્વસ્થ થતાં ગુરુવારના રોજ તેમને અમદાવાદની યુ.એન મહેતા હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. જશવંતસિંહ ભાભોરે જણાવ્યુ હતું કે, તેમને કોરોના ક્યાંથી લાગ્યો હતો તે ખબર જ પડી ન હતી.

તેને ગંભીરતાથી ન લેનારા લોકો ગંભીર પરીસ્થિતિમાં મુકાઇ શકે છે. યુ.એન મહેતા હોસ્પિટલના ડો. આર.કે પટેલ, ડો.દીનેશ જોષી સહિતના તબીબ અને પેરામેડિકલ સ્ટાફની મહેતનને કારણે સ્વસ્થ થઇ શક્યો છું. બીમારી બાદથી હિંમત આપનાર સ્વજનો, વડિલો, મિત્રો, સ્નેહીજનો, સહકાર્યકરો સાથે મુખ્ય મંત્રી વિજય રૂપાણી, પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલ સાથે સીધો ટેલિફોનિક સંપર્ક કરીને તબિયતની પૃચ્છા કરનાર વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીનો પણ તેમણે આભાર માન્યો હતો. દવાખાનેથી રજા અપાતા હવે સાંસદ જશવંતસિંહ નિયમ મુજબ હોમક્વોરન્ટાઇન રહેશે.

અન્ય સમાચારો પણ છે…





Related News

Comments are Closed

%d bloggers like this: