કોરોના અપડેટ: દાહોદમાં જુલાઈના 15 દિવસમાં માત્ર એક જ કેસ પોઝિટિવ નોંધાયો
દાહોદ3 કલાક પહેલા
- કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર
દાહોદ જિલ્લામાં છેલ્લા એક પખવાડિયામાં લેવાયેલ 28,967 સેમ્પલોના પરીક્ષણમાંથી માત્ર એક જ નવો કેસ નોંધાયો છે. તા.1.7.’21 થી તા.15.7.’21 ના આખા પખવાડિયા દરમ્યાન દાહોદ જિલ્લામાં આર.ટી.પી.સી.આર.ના 25096 અને રેપીડના 3871 મળીને કુલ 28,967 સેમ્પલોના પરીક્ષણ થયા હતા.જે પૈકી તા.11 જુલાઈએ પોઝિટિવ આવેલ એક કેસ સિવાય તમામના રિપોર્ટ નેગેટિવ આવતા તંત્ર અને પ્રજાજનોમાં રાહતની લાગણી છે.
ગત 15 દિવસ દરમ્યાન તા.1 જુલાઈએ ‘ડોક્ટર્સ ડે’ ના દિવસે બંને પ્રકારના મળીને આખા પખવાડિયા દરમ્યાન હાઈએસ્ટ 3840 સેમ્પલો લેવાયા હતા.તો તા.15 જુલાઈએ પખવાડિયાના સૌથી ઓછા માત્ર 294 સેમ્પલ લેવાયા હતા. જ્યારે ગુરુવારે પણ દાહોદમાં શૂન્ય કેસ નોંધાયા હતા. દાહોદ જિલ્લામાં તા.15.7.’21 ને ગુરુવારે Rtpcr ટેસ્ટના એકેય સેમ્પલો લેવાયા ના હતા. તો રેપીડના 294 સેમ્પલોના તમામ રિપોર્ટ નેગેટિવ હોવાનું નોંધાયું હતું.
પંચમહાલમાં કોરોનાના હવે ફક્ત 3 દર્દી
પંચમહાલ જિલ્લામાગુરૂવારે કોરોનાનો અેક પણ દર્દીનો કોરોના રીપોર્ટ પોઝીટીવ અાવ્યો નહોતો. જિલ્લામાં કોરોનાના કુલ 9609 કેસ થયા છે. જિલ્લામાં સક્રિય દર્દીઓની સંખ્યા 3 થવા પામી છે. તથા 9420 દર્દીઓ સ્વસ્થ થઈ ઘરે પરત ફર્યા છે. જિલ્લામાં કોવિડથી 71 અને નોનકોવિડથી 119 દર્દીઅો મૃત્યુ પામ્યા હતા. જિલ્લામાં ગુરૂવારે 2854 વ્યક્તિઅોઅે કોરોનાની રસી મુકાવી હતી. કુલ 482671 લોકોનું રસીકરણ થયું હતું.
મહીસાગરમાં 25માં દિ‘માં કોઇ કેસ નહીં
મહીસાગર જિલ્લામાં સતત 25માં દિવસે એકપણ કેસ ન નોંધાતા મહીસાગર જિલ્લો કોરોનામુકત રહ્યો છે. જિલ્લામાં કોરોનાના અત્યાર સુધીમાં કુલ 7491 કેસ પોઝીટીવ નોધાયા છે. હાલ જિલ્લામાં એકપણ દર્દી સારવાર હેઠળ નથી. જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ 7418 દર્દીઓ સ્વસ્થ થઇને સ્વગૃહે પરત ફર્યા છે. જિલ્લામાં કોરોનાના સંક્રમણને કારણે 22 વ્યક્તિનું મૃત્યુ થયા છે. જયારે અન્ય કારણથી 51 દર્દીનુ મૃત્યુ થતાં જિલ્લામાં કુલ 73 મૃત્યુ નોંધાવા પામ્યા છે.
Related News
રસ્તો બનવાની રાહમાં: ફતેપુરા તાલુકાના રાવળના વરૂણામાં આઝાદીના દાયકાઓ બાદ પણ સ્થાનિકો રસ્તાની સુવિધાથી વંચિત
દાહોદ3 કલાક પહેલા કૉપી લિંક સુખસરથી રાવળના વરુણા જતા માત્ર બે કિલોમીટરના રસ્તાની કામગીરી બબ્બેRead More
કરુણ અંજામ: દેવગઢ બારીયાના બૈણામાં પર સ્ત્રીના પ્રેમમા અંધ પતિએ ત્રાસ આપી મરવા મજબૂર કરતા પત્નીએ આત્મહત્યા કરી લીધી
દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક પતિથી ત્રસ્ત પરિણીતાએ સાસરીમાં જ ગળાફાંસો ખાઈ લીધો દેવગઢ બારીયાRead More
Comments are Closed