કોરોના અપડેટ: દાહોદમાં કોરોનાના માત્ર 3 જ કેસ નોંધાયા, છેલ્લા પખવાડિયા દરમિયાન કોરોનાના કુલ મળીને 80 કેસ નોંધાયા

દાહોદ3 કલાક પહેલા

  • કૉપી લિંક

દાહોદમાં ગુરુવારે કોરોનાના પણ નવા માત્ર 3 જ કેસ નોંધાયા હતા. Rtpcr ટેસ્ટના 322 પૈકી 2 અને રેપિડ ટેસ્ટના 654 સેમ્પલો પૈકી 1 કેસ પોઝિટિવ આવ્યો હતો. આ ત્રણ કેસમાં દાહોદ, ઝાલોદ અને દેવગઢ બારિયાના એક-એક કેસ પોઝિટિવ આવ્યા હતા.આ સાથે સાજા થયેલા 6 વ્યક્તિઓને ડિસ્ચાર્જ આપવામાં આવ્યું હતું.

ઉલ્લેખનીય છે કે દાહોદમાં તા.22-10-થી 5-11ના છેલ્લા પખવાડિયા દરમ્યાન કુલ મળીને 80 કેસ નોંધાયા છે. આ દરમ્યાન 4 વખત 5-5 અને 4 વખત 3 -3 કેસ નોંધાયા હતા તો તા.31-1-’20 ના રોજ આખા જિલ્લામાં માત્ર 1 જ કેસ નોંધાયો હતો.આ સાથે જિલ્લામાં લાંબા સમય બાદ એક્ટિવ કેસોની સંખ્યા માત્ર 40 જ થવા પામતા જિલ્લામાં હાશકારો થયો છે.






Related News

Comments are Closed

%d bloggers like this: