કોરોના અપડેટ: દાહોદના 8 મળી જિ.માં કોરોનાના વધુ 12 કેસ, એક્ટિવ કેસોની સંખ્યા 131 પર પહોંચી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દાહોદ3 કલાક પહેલા

  • કૉપી લિંક

દાહોદ શહેર સહિત જિલ્લામાં કોરોનાના કેસોમાં સતત વધારો થઇ રહ્યો છે. રવીવારે પણ દાહોદ શહેરના આઠ મળીને આખા જિલ્લામાં કુલ 12 કેસ સામે આવ્યા હતાં. આરોગ્ય વિભાગ દ્વારા જિલ્લામાં 283 આરટી-પીસીઆર અને 757 રેપીડ ટેસ્ટ કર્યા હતાં.આ ટેસ્ટમાં આરટી-પીસીઆરમાં 9 કેસ જ્યારે રેપીડમાં 3 કેસ પોઝિટિવ આવ્યા હતાં. જેમાં દાહોદ શહેરમાં આઠ, દાહોદ ગ્રામ્યમાં એક, દેવગઢ બારિયા નગરમાં એક, લીમખેડામાં એક અને ધાનપુરમાં એક કેસ આવ્યો હતો.દાહોદ જિલ્લામાં અત્યાર સુધી 213832 ટેસ્ટમાંથી 2486 કેસ પોઝિટિવ આવી ચૂક્યા છે. રવીવારના રોજ સાજા થયેલા 11 લોકોને રજા આપવામાં આવી હતી. જિલ્લામાં હાલમાં એક્ટિવ કેસોની સંખ્યા 131 છે.






Related News

Comments are Closed

%d bloggers like this: