કોરોના અપડેટ: દાહોદના 6 મળી જિલ્લામાં કોરોના પોઝિટિવના વધુ 13 કેસ, સાજા થયેલા 16 લોકોને રવિવારે રજા અપાઇ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દાહોદ2 કલાક પહેલા

  • કૉપી લિંક

પ્રતિકાત્મક તસવીર.

  • હાલમાં એક્ટિવ કેસની સંખ્યા 144 પર પહોંચી

દાહોદ શહેર સહિત જિલ્લામાં કોરોના પોઝિટિવ 13 કેસ સામે આવ્યા હતાં. તેમાં દાહોદ શહેરના છ લોકોનો સમા‌વેશ જોવા મળ્યો હતો. જિલ્લામાં ડિસેમ્બર માસમાં એક પણ એવો દિવસ નથી ગયો કે જ્યારે કોરોનાનો કેસ આવ્યો ના હોય. જિલ્લામાં દરરોજ 10થી વધુ કેસો જોવા મળી રહ્યા છે. જેમાં મહત્તમ કેસ શહેરના હોવાનું જોવાઇ રહ્યું છે. આરોગ્ય વિભાગ દ્વારા 331 આરટીપીસીઆર અને 340 રેપીડ ટેસ્ટ કર્યા હતાં.

તેમાં13લોકોને રવીવારે પોઝિટિવ જાહેર કરવામાં આવ્યા હતાં.તેમાં દાહોદ શહેરમાં છ, ઝાલોદ ગ્રામ્યમાં બે, લીમખેડામાં ત્રણ અને ફતેપુરામાં બે લોકો પોઝિટિવ આવ્યા હતાં. જિલ્લામાં કોરોના પોઝિટિવનો આંકડો 2591 ઉપર પહોચ્યો છે. રવીવારના રોજ સાજા થયેલા 16 લોકોને રજા આપવામાં આવી હતી. દાહોદ જિલ્લામાં હાલમાં એક્ટિવ કેસની સંખ્યા 144 હોવાનું જાણવા મળ્યું છે.






Related News

Comments are Closed

%d bloggers like this: