કોરોનાનું વિઘ્ન: લગ્નના 6 દિવસ પહેલાં વરરાજા કોરોના પોઝિટિવ, ત્રીજા દિવસે રિપોર્ટ નેગેટિવ પણ ક્વોરન્ટીન હોવાથી લગ્ન મોકૂફ, રાજસ્થાનથી ગુજરાત આવવાની હતી જાન
- Gujarati News
- Local
- Gujarat
- Dahod
- The Wedding Was Postponed As The Groom’s Report Was Negative But Quarantined, The Report Came Positive 6 Days Before The Wedding So People From Both The Parties Were Confused.
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
દાહોદએક કલાક પહેલા
- કૉપી લિંક

પ્રતિકાત્મક તસવીર
- રાજસ્થાનના બીલડીથી દાહોદના સુખસર ગામે 25મીએ જાન આવવાની હોવાથી જાનૈયાના સત્કારની તૈયારીઓ થઈ ગઈ હતી
- 14 દિવસ હોમ ક્વોરન્ટીન રહેવાના નિયમને ધ્યાને રાખી ગજેન્દ્રએ લગ્નની ના પાડી દીધી હતી
- 3 દિવસ પછી રિપોર્ટ નેગેટિવ આવ્યો છતાં લગ્ન ન થઈ શક્યાં
દાહોદ જિલ્લાના સુખસર ગામની વેદિકા નામક દીકરીના લગ્ન રાજસ્થાનના બીલડી ગામના ગજેન્દ્ર સાથે નક્કી કરાયા હતાં. 25મી તારીખે જાન આવવાની હોવાથી દીકરી પક્ષે તમામ તૈયારીઓ પૂર્ણ કરી લીધી હતી. જોકે, આ દરમિયાન જ 6 દિવસ પહેલાં ગજેન્દ્રને સામાન્ય લક્ષણો જણાતા કોરોનાનો ટેસ્ટ કરાવાતા તેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. લગ્નની તમામ તૈયારીઓ થઇ ગઇ હોવાથી બંને પક્ષના લોકો મુંઝવણમાં મુકાઇ ગયા હતાં. આ માટે જ 3 દિવસ પહેલાં ગજેન્દ્રનો ફરી કોરોના ટેસ્ટ કરાવાયો હતો. જેમાં તેઓ નેગેટિવ આવ્યા હતાં.
નેગેટિવ આવી ગયા હોવા છતાં જો કોઇ લક્ષણો રહી ગયા હોય તો અન્ય લોકો સંક્રમિત થાય અને રિપોર્ટ નેગેટિવ આવ્યા બાદ 14 દિવસ હોમ ક્વોરન્ટાઇન રહેવાના સરકારી નિયમને અનુસરવા માટે ગજેન્દ્રભાઇએ હાલ હાલ લગ્નના આયોજનની સ્પષ્ટ ના પાડી દીધી હતી. ટેસ્ટ નેગેટિવ આવતાં જાન આવવાની આશા બંધાતાં તૈયારીઓ પુરજોશમાં ચાલુ રખાઇ હતી પરંતુ ગજેન્દ્રના લગ્ન મોકૂફ રાખવાના નિર્ણયને વધાવીને દીકરી પક્ષના લોકોએ પણ બંધાવેલા મંડપ ખોલાવી લીધા હતા અને સબંધિતોને લગ્ન મોકુફ રાખ્યા હોવાની જાણ પણ કરી હતી.ઉલ્લેખનિય છે કે, ગજેન્દ્રના માતા પખવાડિયા પહેલાં પોઝિટિવ આવ્યા હતા. જેથી તેઓને મોડે-મોડે લક્ષણો જણાતા રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.
કન્યા અને મા-બાપ પણ પોઝિટિવ આવ્યાં હતાં
દાહોદ શહેરમાં એક પરિવારમાં તા/27/11/2020ના રોજ લગ્નનું આયોજન કરાયું હતું. 10 દિવસ અગાઉ કન્યાપક્ષે તકલીફ જણાતા કોરોનાનો ટેસ્ટ કરાવતા જેના લગ્ન હતા તે કન્યા સહિત તેના મા-બાપ બંનેને કોરોના પોઝિટિવ હોવાની જાણ થઇ. બાદમાં હોમ ક્વોરન્ટાઈન વડીલોએ સામે પક્ષે જાણ કરતા સત્વરે બંને વેવાઈઓએ સહમતિ દાખવીને જે લોકોને નિમંત્રિત હતા તે સહુને સોશિયલ મીડિયાના માધ્યમથી હાલ પૂરતા આ લગ્ન મુલતવી રાખ્યા હોવાની જાણ કરી દેવાઈ છે.
સરકારી નિયમ પાળવા માટે લગ્ન અટકાવ્યાં, હવે બીજું કોઈ શુભ મુહૂર્ત જોઇને લગ્ન કરાશે
દેવીલાલજી, વરરાજાના મામા- પોઝિટિવ આવ્યા બાદ પરમ દિવસે રિપોર્ટ નેગેટિવ પણ આવી ગયો હતો પરંતુ હોમ ક્વોરન્ટાઇન રહેવાનો સરકારી નિયમ પાળવા માટે માટે ગજેન્દ્રએ જ લગ્ન મોકુફ રાખવાનો નિર્ણય લીધો હતો. હવે બીજુ કોઇ શુભ મુહૂર્ત જોઇને લગ્ન કરવામાં આવશે.
Related News
ક્રાઇમ: અંગત અદાવતે મહિલા સહિત ત્રણ પર હુમલો
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ5 કલાક પહેલાRead More
કાર્યવાહી: ઢઢેલામાંથી પિકઅપમાં પરિવહન કરાતો 1824 બોટલ દારૂ ઝડપાયો
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ લીમખેડા3 કલાક પહેલાRead More
Comments are Closed