કોરોનાની વકરતી સ્થિતિ: દાહોદમાં આખો દિવસ ઝાયડસથી સ્મશાન શબવાહિનીના ફેરા

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દાહોદ3 કલાક પહેલા

  • કૉપી લિંક
કબ્રસ્તાનમાં કરાઇ રહેલી અંતિમ વિધિ. - Divya Bhaskar

કબ્રસ્તાનમાં કરાઇ રહેલી અંતિમ વિધિ.

  • હવે તો માની જાઓ…માસ્ક પહેરો, સોશિયલ ડિસ્ટન્સ જાળવો

તમે કતારમાં છો… આ તેમની માટે છે જે અત્યારે પણ કોરોનાને કોરાણે મુકીને તેને મજાક સમજી રહ્યા છે.આવા લોકો અત્યારે કોરોના પોઝિટિવ થવાની કતારમાં છે. કાલે કદાચ દવાખાનામાં દાખલ થવા અને સ્મશાન કે કબ્રસ્તાનમાં અંતિમ વિધિ માટે પણ તમને કતારમાં રહેવું પડે તેમ છે. દાહોદ જિલ્લામાં પ્રસરેલા કોરોના સંક્રમણને કારણે ઝાયડસ હોસ્પિટલમાં દરરોજ લોકોના મૃત્યુ થઇ રહ્યા છે.

ઝાયડસના મડદાઘરમાં અંતિમક્રિયાની રાહ જોતી લાશો.

ઝાયડસના મડદાઘરમાં અંતિમક્રિયાની રાહ જોતી લાશો.

છેલ્લા 24 કલાકમાં 21 લોકોના નિધન થયા હોવાના અહેવાલ છે.તેમની કોવિડ ગાઇડ લાઇન પ્રમાણે અંતિમ વિધિ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. રવિવારે પરિસ્થિતિ એવી સર્જાઇ હતી કે, શબવાહિની એક પછી એક પાંચ મૃતદેહો સ્મશાને મુકી આવતી હતી. એક મહિલાને શબવાહિનિ નહીં મળતાં ખાનગી વાહનમાં દફનવિધિ માટે કબ્રસ્તાન લઇ જવા પડ્યા હતાં. દવાખાનાના મડદા ઘરમાં લાશોની કતારો સાથે સ્મશાનમાં અંતિમ વિધિ માટે પણ વેઇટીંગ જોવા મળ્યુ હતું. આથી કફોડી હાલત બીજી કોઇ હોઇ જ ન શકે. ત્યારે અત્યારે પણ કોરોનાને નહીં ગણતા લોકો હજી પણ સુધરે તે જરૂરી બન્યુ છે.

સ્મશાનમાં અંતિમ વિધિ માટે પણ વેઇટિંગ.

સ્મશાનમાં અંતિમ વિધિ માટે પણ વેઇટિંગ.

કોરોનાની ચેન તોડવા માટે રાત્રી કરફ્યુ તો ચાલી રહ્યો છે સાથે સપ્તાહમાં ત્રણ દિવસ સંપૂર્ણ સ્વૈચ્છિક લોકડાઉનનો પણ નિર્ણય લેવાયો છે. બેફીકરા લોકો હજી પણ નહીં સુધરે તો દાહોદ શહેર સાથે જિલ્લાની સ્થિતિ આગામી દિવસોમાં હજી વણસસે તેમાં કોઇ બે મત નથી. હાલમાં સારવાર કરવા માટે તબીબો મળી રહ્યા છે પણ પોઝિટિવ લોકોની સારવાર કરતાં તેઓ તમામ પોઝિટિવ થઇ જશે તો શું હાલત થશે તે વીચાર માત્ર થરથરાવી મુકે તેવો છે.

અન્ય સમાચારો પણ છે…





Related News

Comments are Closed

%d bloggers like this: