કોરોનાની વકરતી સ્થિતિ: કોરોનાનો બીજો વેવ 18થી 45 વર્ષના લોકો માટે ઘાતક બન્યો

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દાહોદ3 કલાક પહેલાલેખક: સચિન દેસાઈ

  • કૉપી લિંક
  • દાહોદ જિ.માં આ વયજૂથના 500થી વધુ લોકો સંક્રમિત બન્યા
  • આશરે 50થી વધુ યુવાનોના આકસ્મિક મૃત્યુ નોંધાયા

દાહોદ ખાતે કેટલાક સપ્તાહથી 18થી 45 વર્ષ વચ્ચેના યુવાનો વધુ પ્રમાણમાં કોરોના સંક્રમિત થતા હોઈ હવે યુવાવર્ગમાં પણ આ મહામારીથી પારાવાર નુકશાન થતું નોંધાયું છે. દાહોદ ખાતે દશેક દિવસમાં જ 18 થી 45 વયજૂથના જ લગભગ 500થી વધુ લોકો સંક્રમિત થયા છે. તો તે પૈકી આશરે 50 જેટલા યુવાનોના આકસ્મિક અવસાન પણ થવા પામ્યા છે.

કોરોનાનો આ નવો વેવ એવો આવ્યો છે જેમાં દર્દીના સીટીસ્કેનના પહેલા કે બીજા દિવસે શૂન્યથી પાંચ સુધીના નોર્મલ જણાતા સ્કોરની વેલ્યુ, માત્ર ચોથા કે પાંચમા દિવસે જ 4થી 5 ગણી વધી પ્રતિ 25 માંથી 10થી 20 % થઈ જતા દર્દીની પરિસ્થિતિ ખૂબ ગંભીર બની જાય છે. ટૂંકમાં આ સમયે દર્દીના ફેફસાંમાં લગભગ 70થી 80 % ઈન્ફેક્શન થયેલું નોંધાતા દર્દીને સામાન્ય ઓક્સિજન બદલે ફરજ્યાત બાયપેપ કે વેન્ટિલેટરનો સહારો આપવો જ પડે તેવી હાલત થઈ જાય છે. અને આવા સમયે હોસ્પિટલમાં યોગ્ય વોર્ડમાં બેડથી લઈ જે તે સારવારની તાબડતોબ પૂર્તતા ન થઈ શકતા છેલ્લે દર્દીને ખૂબ મોટું નુકશાન વેઠવાનું આવે છે. ઘરે મશીન હોવા છતાંય SpO2 લેવલ નિયમિત માપવાની આળસ પણ આવા તબક્કે યુવાનોને નડી રહી છે.

રિધમ હાર્ટ ઇન્સ્ટિટ્યૂટના એચ.આર. હેડ ડો કશ્યપ વૈદ્યે જણાવ્યું હતું કે અમારી હોસ્પિટલમાં જ 3 તબીબો, 3 મેડિકલ ઓફિસર, 4 નર્સ, 2 સ્વિપર પોઝિટિવ છે.હજુ બે-ત્રણ સસ્પેક્ટેડ છે ત્યારે આ તમામ યુવાનો માટે પણ કોઈ જગા નથી તેવી કફોડી અમારી હાલત છે.

યુવાવર્ગનું મોટેપાયે રસીકરણ થાય તે જરૂરી
આ બીજો સ્ટ્રેઈન પહેલા કરતા સાવ અલગ છે.આ વેવ્સમાં આખોને આખો પરિવાર સંક્રમિત થતા પરિવારના યુવાનો પણ સંક્રમિત બને છે તેઓને કોરોનાની અસર એટલે વધુ નોંધાઈ છે કે તેઓને રસીકરણ નથી થયું. સરકારી રાહે 45થી વધુ વયના લોકોનું રસીકરણ થઇ રહ્યું છે.એટલે 18 થી 45 વયનો યુવાન જેને વેક્સિનેશન નથી થયું તેને કોરોનાની અસર વધુ ઘાતક થાય છે. બંને રસીકરણ કરાવી ચુકેલા 45 થી વધુ વયના લોકો પૈકીના મોટાભાગના લોકો ઉંમરવશ પણ વધુ ઘરે રહે છે એટલે કોરોના થયા બાદ પણ ગંભીર પરિસ્થિતિમાંથી બચી જાય છે.

યુવાવર્ગ જેને સતત બહાર નીકળવાનું રહે છે, અને તેમને રસીકરણ નથી થયું તેઓ કોરોના સંક્રમિત થતા વધુ ગંભીર બને છે. માટે મારી તો સરકારને અપીલ છે કે મહત્તમ યુવાનોને પણ રસીકરણ થાય અને દેશભરનું યુવાધન સલામત રહે તેવું આયોજન થાય તે જરૂરી છે. >ડો નીરવ ભાલાણી, રિધમ હાર્ટ ઇન્સ્ટિટ્યૂટ

ઓક્સિજન નિયમિત માપતા રહેવું જોઈએ
અત્યારે ચાલતા બીજા સ્ટેજમાં હેપ્પી હાયપોક્સિસિયાનો વેવ છે અર્થાત અત્યારે કોઈ પણ લક્ષણો નહીં ધરાવતા 18 થી 45 વર્ષના એ- સિમ્ટોમેટિક દર્દીઓને ફેફસામાં ઇન્ફેકશન થાય છે જેની તેને ખબર જ નથી પડતી.અને જોતજોતામાં જ યુવાન દર્દીની હાલત ખુબ કફોડી બની જાય છે.માટે નિયત સમયે ઓક્સિમીટર વડે ઓક્સીજનનું લેવલ માપતા રહેવું જોઈએ. ઇન્ફેક્શન થઇ ચુક્યા બાદમાં હાઈ ડોઝની સ્ટીરોઈડ દવાઓની પણ ધારી અસર નથી થતી તે કરૂણતા છે. સરકાર કહે છે તેમ માસ્ક, સોશિયલ ડિસ્ટન્સિંગ કેળવવાની વાતને આવા સમયે ગંભીરતાથી લો તે ખુબ જરૂરી છે. >ડો કમલેશ નીનામા, નોડલ ઓફિસર, ઝાયડસ હોસ્પિટલ

વર્તમાન મેડિકલ ઇમર્જન્સી જેવી હાલત ભણી જઈ રહ્યો છે
અત્યારે બહુધા હોસ્પિટલોમાં જગા નથી, ક્યાંક રેમડેસીવીર કે તોશી ઇન્જેક્શન નથી તો ક્યાંક ઓક્સિજન નથી. તબીબો અને સ્ટાફ સંક્રમિત હોય કે મોટાભાગના દર્દીને છેલ્લી ઘડી સુધી ખબર નહીં પડતા દર્દીની ખુબ ગંભીર હાલત થાય છે કે મૃત્યુ થઇ જાય છે. આવું ના થાય તેવું ઇચ્છતા સહુએ આગોતરી સાવધાની રાખી દિવસમાં બે- ત્રણ વાર ઓક્સિજનનું લેવલ માપતા રહેવાને પ્રાથમિકતા આપવી જ જોઈએ. >ડો રવિન્દ્ર હડકસી, ઓમ હોસ્પિટલ

દાહોદના 10 સહિત જિલ્લામાં નવા 67 કોરોનાના કેસ નોંધાયા
દાહોદ જિલ્લામાં Rtpcr ટેસ્ટના 938 સેમ્પલો પૈકી 46 અને રેપીડના 1916 સેમ્પલો પૈકી 21 પોઝિટિવ નોંધાયા હતા. શુક્રવારે નોંધાયેલ નવા કેસ‌ પૈકી દાહોદ શહેરના 10, દાહોદ ગ્રામ્યના 3, ઝાલોદ અર્બન અને બારિયા અર્બનના 4 -4, ઝાલોદ ગ્રામ્યના 12, બારિયા ગ્રામ્યના 5, લીમખેડા તથા ગરબાડાના 9 -9, ફતેપુરાના 6, સીંગવડ અને ‌સંજેલીના 2-2 અને ધાનપુરના 1 નવા સંક્રમિતો નોંધાયા હતા. જિલ્લામાં સાજા થયેલા 28 લોકોને ડિસ્ચાર્જ કરાયા બાદ હવે કોરાનાના એક્ટિવ કેસોની સંખ્યા 383 થઇ છે. શુક્રવારે ઝાયડસ હોસ્પિટલ ખાતે કોરોનાના વધુ 3 દર્દીઓના મૃત્યુ નોંધાતા 137 કોરોનાગ્રસ્તોના મૃત્યુ નોંધાયા છે.

અન્ય સમાચારો પણ છે…





Related News

Comments are Closed

%d bloggers like this: