કોરોનાની કઠણાઈ: રણધીકપુર પોલીસ સ્ટેશનમાં ઇન્સ્પેક્શન કરવા આવેલા ASIનું ઓક્સિજન લેવલ નીચે જતા મૃત્યુ થયુ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દાહોદ2 કલાક પહેલા

  • કૉપી લિંક
  • પતિના મૃત્યુના સમાચાર જાણી દોડી આવેલા પત્નીનો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો

રણધીકપુર તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા અને હાલમાં લીમખેડા ડીવાયએસપી ઓફિસમાં ડેપ્યુટેશમાં કામ કરતાં એ.એસ.આઇ વિક્રમસિંહ બળવંતસિંહ બારીયા રણધીકપુર પોલીસ સ્ટેશનમાં ઇન્સ્પેકશન માટે આવ્યા હતા. ત્યાં તેમને ઇન્સ્પેકશન કરીને નીકળ્યા પછી રસ્તામાં જતાં ઓચિંતા ચક્કર જેવું લાગતા ત્યાંથી પાછા ફરીને પ્રાઇવેટ દવાખાનામાં તપાસ કરાવવા ગયા હતા. જ્યાં તેમનું ઓક્સિજન લેવલ નીચે જતા તેમને તાત્કાલિક સીંગવડ સીએચસીમાં ટેસ્ટ કરતા પોઝિટિવ આવ્યો હતો.

પોલીસ બેડામાં ફફડાટ ફેલાઈ ગયો

પછી સીએસસી દવાખાનામાં તપાસ કરતાં તેમનું મૃત્યુ થયું હતું. જ્યારે આવા સમાચાર રંધીપુર પોલીસ સ્ટેશનમાં સાંભળતા પોલીસ બેડામાં ફફડાટ ફેલાઈ ગયો હતો. ત્યાર પછી તેમના ઘરના લોકોને જાણ કરાતા તેમના પત્ની અને તેમના પરિવારના લોકો આવી પહોંચ્યા હતા.

પત્નીને પણ કોરોનાનો રિપોર્ટ કરતા તેઓ પણ પોઝિટિવ આવ્યા

જ્યારે તેમની પત્નીને પણ કોરોનાનો રિપોર્ટ કરતા તેઓ પણ પોઝિટિવ આવ્યા હતા. ઘટના બનતા લીમખેડા ડીવાયએસપી કાનન દેસાઈ પણ સિંગવડ આવી પહોંચ્યા હતા. જ્યારે મૃત્યુ પામેલા એ.એસ.આઇ વિક્રમસિંહના મૃતદેહને તેમના વતન અંતિમ વિધિ માટે મોકલવામાં આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે…





Related News

Comments are Closed

%d bloggers like this: