કોરોનાઅપડેટ: સોમવારે જિલ્લામાં માત્ર 2 કોરોના સંક્રમિત નોંધાયા, બંને દાહોદના

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દાહોદ3 કલાક પહેલા

  • કૉપી લિંક
પ્રતિકારત્મક તસ્વીર - Divya Bhaskar

પ્રતિકારત્મક તસ્વીર

  • પહેલા દિવસે 454 આરોગ્યકર્મીઓને રસી અપાઈ, મંગળ, ગુરુ અને શનિવારે એમ ત્રણ દિવસ રસી અપાશે

દાહોદ જિલ્લામાં સોમવારે કોરોનાના નવા 2 કેસ નોંધાયા હતા. પ્રાપ્ત માહિતી અનુસાર આ બંને કેસ દાહોદ શહેરના હોવાનું નોંધવામાં આવ્યું હતું. તા.18.1.2021ને સોમવારે જાહેર થયા મુજબ જિલ્લામાં Rtpcr ટેસ્ટના 156 સેમ્પલો પૈકી એકેય નોંધાયા નહીં અને રેપીડના 412 સેમ્પલો પૈકી 2 દર્દીઓ કોરોના પોઝિટિવ આવ્યા હતા. આ સાથે જિલ્લાના કોરોનાગ્રસ્ત દર્દીઓ પૈકી 13 લોકોને સાજા થઇ જતાં ડિસ્ચાર્જ આપવામાં આવતા હવે કોરાનાના એક્ટિવ કેસોની સંખ્યા 47 થવા પામી છે.

સાથે આરંભાયેલ કોરોના રસીકરણ અંતર્ગત પહેલા દિવસે આરોગ્યક્ષેત્ર સાથે જોડાયેલા દાહોદ જિલ્લાના કુલ મળીને 454 લોકોને કોરોનાની રસીનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યા બાદ સરકારના નિયમ મુજબ હવે આજે મંગળવારે વધુ આરોગ્યકર્મીઓને કોરોનનો પ્રથમ ડોઝ આપવામાં આવનાર છે. ઉલ્લેખનીય છે કે સપ્તાહમાં મંગળવાર, ગુરુવાર અને શનિવારે એમ ત્રણ દિવસ આ ડોઝ આપવામાં આવનાર હોવાની માહિતી મળી છે.






Related News

Comments are Closed

%d bloggers like this: