કોન્ટ્રાક્ટરની પોલ ખુલી: સંજેલી બસ સ્ટે. ખુલ્લું મુકાય તે પહેલાં જ ગટરનો સ્લેબ તૂટ્યો

દાહોદ2 કલાક પહેલા

  • કૉપી લિંક
સંજેલીમાં બસ સ્ટેન્ડની ગટરનું સ્લેબ તુટતા સાવચેતી માટે ઝાડી-ઝાંખરા મુકવામાં આવ્યા છે. - Divya Bhaskar

સંજેલીમાં બસ સ્ટેન્ડની ગટરનું સ્લેબ તુટતા સાવચેતી માટે ઝાડી-ઝાંખરા મુકવામાં આવ્યા છે.

  • હલકી કક્ષાનું મટિરિયલ વપરાતાં કોન્ટ્રાક્ટરની પોલ ખુલી
  • હલકું મટિરિયલ વપરાતા સરપંચે કામ પણ બંધ કરાવ્યું હતું

સંજેલી ખાતે બનાવવામાં આવેલ નવીન બસ સ્ટેશનનું કામ પૂર્ણ કરી રંગરોગાન કરી ખુલ્લું મૂકવાની તૈયારીઓ ચાલી રહી છે પરંતુ હલકી કક્ષાનું મટિરિયલ વાપરી બનાવવામાં આવેલ કામગીરીની ગટરનો સ્લેબ તૂટી પડતાં જ કોન્ટ્રાક્ટરની પોલ ખોલી નાખી છે. હલકી કક્ષાની કામગીરી લઈને લોકોમાં નારાજગી જોવા મળી રહી છે. સંજેલી ખાતે માંડલી રોડ પર આવેલી ગૌચરની જમીનમાં તાલુકાની પ્રજાને એસટી બસ સ્ટેશનની સુવિધા મળે તેવા શુભ હેતુથી રાજ્ય કક્ષાના મંત્રી ઇશ્વર પટેલના અધ્યક્ષ સ્થાને 16,498 લાખના ખર્ચે બનનાર નવિન બસ સ્ટેશનનું 26 જાન્યુઆરી 2020ના રોજ ખાતમુર્હત કરવામાં આવ્યુ હતુ.

જે બાદ કોન્ટ્રાક્ટર દ્વારા કામગીરી શરૂ કરવામાં આવી હતી પરંતુ બાંધકામ વિભાગ કોન્ટ્રાક્ટર પર મહેરબાન હોય તેમ કોઈ પણ જાતની દેખરેખ ન રખાતા કે પછી મીલીભગત હોય તેમ કોન્ટ્રાક્ટર દ્વારા હલકી ગુણવત્તાનું મટીરીયલ વાપરી નબળી કામગીરી કરાતા સરપંચે બાંધકામ વિભાગને જાણ કરી હતી જે બાદ હલકી મટિરિયલને લઇ સરપંચ દ્વારા થોડા દિવસ અગાઉ કામગીરી પણ બંધ કરાવી હતી. અને કોન્ટ્રાકટર દ્વારા થોડા દિવસ કામ બંધ રાખ્યા બાદ રાતોરાત મશીનો ગોઠવી કામગીરી ઝડપથી શરૂ કરી પૂર્ણ પણ કરી નાખી હતી.

રંગરોગાનથી સજ્જ થયેલ બસસ્ટેશનની રીબીન કાપી ખુલ્લું મૂકે તે પહેલાં જ હજુ ચોમાસાનો વરસાદ મન મૂકીને વરસે તે પહેલાં જ બસ સ્ટેશનના પ્રવેશ દ્વાર પર બનાવેલો ગટરનો સ્લેબ તૂટી પડતાં કોન્ટ્રાક્ટરની હલ્કી અને નબળી ગુણવત્તાની પોલ ખોલી નાખી હતી. સદનસીબે કોઈ જાનહાનિ થઈ નહોતી. સંજેલી બસ સ્ટેશનમાં કામગીરી પૂર્ણ થઈ ગઈ છે પરંતુ એસટી વિભાગે કબ્જો લીધો નથી. સાફસફાઈ અને ગામનો કચરો નાખેલો છે તેને સાફ કરવા માટે એજન્સી નિમવાની હોવાનું જાણવા મળ્યુ છે.

નાળુ મૂકવાની સૂચના આપી દેવાઇ છે
સંજેલી બસ સ્ટેશનના ગેટ પાસે ગટરનો સ્લેબ તૂટી ગયો હતો. જે કોન્ટ્રાક્ટર દ્વારા નાળું નાખવાને બદલે સ્લેબ ભર્યો હતો હાલ તેને નાળું મૂકવા સૂચના આપી દીધી છે.>પ્રકાશ ચૌધરી, ગોધરા બાંધકામ વિભાગ સિવિલ એન્જિનિયર

અન્ય સમાચારો પણ છે…





Related News

Comments are Closed

%d bloggers like this: