કેપ્ટન કોણ: દાહોદ પાલિકામાં સામાન્ય મહિલામાં પ્રમુખ કોણ બનશે તેની ચર્ચાઓ શરુ
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
દાહોદએક કલાક પહેલા
- કૉપી લિંક

- સતત ત્રીજી વખત ચુંટાયેલા રીના પંચાલ પ્રબળ દાવેદાર માનવામાં આવે છે બીજી ટર્મના ભાવનાબેન વ્યાસનો પણ મજબુત દાવો હોવાનો પ્રવર્તિ રહેલો મત
દાહોદ નગર પાલિકામાં ભાજપે એક તરફી વિજય મેળવ્યો છે. હવે પાલિકામાં પ્રથમ પ્રમુખ કોણ બનશે તેની ચર્ચાઓ શરુ થઇ ગઇ છે. કારણ કે પ્રથમ અઢી વર્ષ સામાન્ય મહિલા માટે પ્રમુખ પદ અનામત છે.ત્યારે સીનીયર મહિલા સદસ્યોમાં કોનો લોટરી લાગશે તેના પર હવે તમામની મીટ મંડાયેલી છે. જો કે મહાનગર પાલિકાના હોદ્દેદારોની સાથે જ પાલિકાના પદાધિકારીઓની ચુંટણી કરવામાં આવશે કે તેના પછી તે હજુ સુધી નક્કી કરવામાં આવ્યુ નથી.
દાહોદ નગર પાલિકામાં ભારતીય જનતા પક્ષે 36 માંથી 31 બેઠકો મેળવી લીધી છે.ગત વખતે ભાજપા પાસે 23 સભ્યોનુ સંખ્યાબળ હતુ જેમાં આ વખતે 9 સભ્યોનો વધારો થયો છે.પ્રચંડ વિજય બાદ પાલિકાનુ સુકાન કોને સુપરત કરવામાં આવશે તેની સ્વાભાવિક રીતે જ ચર્ચા ચાલી રહી છે.પહેલા પ્રમુખ પદ સામાન્ય મહિલા માટે જાહેર કરાયુ છે ત્યારે કોઇ સીનીયર મહિલા પ્રમુખ બનશે કે પછી ભુતકાળની માફક બધુ અવગણીને ઠોકી બેસાડવામાં આવશે તે ચર્ચાના કેન્દ્ર સ્થાને છે.કારણ કે ગત 10 વર્ષમાં બે વખત મહિલા પ્રમુખ વેળાએ કોઇ સીનીયોરીટીને ધ્યાને લેવામાં આવી ન હતી.
પાલિકામાં તે દરમિયાન બનેલા બંન્ને મહિલા પ્રમુખો પ્રથમ વખત જ ચુંટણી લડ્યા હતા અને પ્રથમ વખત જીતીને પ્રમુખ બની ગયા હતા.આ બંન્ને મહિલા પ્રમુખો ફરી વાર પાલિકાની ચુંટણી ફરી લડ્યા નથી તે પણ એટલી જ આશ્ચર્યની સાથે સલાહભરી બાબત છે કે સર્વોચ્ચ હોદ્દો ભોગવ્યા પછી કોઇ અન્યને તક આપવી જોઇએ.ત્યારે આ ઘટનામાં સામાન્ય બાબત એ છે કે તે બંન્ને મહિલાઓ એક જ સમાજના હતા.
આ વખતે સૈાથી સીનીયર મહિલા સભ્ય રીનાબેન પંચાલ છે કારણ કે તેઓ સતત ત્રીજી વખત વિજેતા થયા છે.તેમાંયે મહત્વની બાબત એ છે કે તેઓએ બીનહરીફ જીત મેળવી છે.જેથી તેઓને પ્રબળ દાવેદાર માનવામાં આવે છે.તેવી જ રીતે ભાવનાબેન વ્યાસ પણ બીજી વખત ચુંટાયા છે.તેઓનો પણ મજબૂત દાવો હોવાનુ કહેવાય છે. નવા સભ્યોમાં રંજનબેન ભૈયા પણ પોતાની દાવેદારી રજૂ કરી શકે છે ત્યારે હવે મોવડી મંડળ કોના નામ પર મ્હોર મારશે તે કળી શકાય તેમ નથી.
Related News
અપીલ: દાહોદમાં કોરોનાથી સ્થિતિ ન વણસે તેના માટે સ્વૈચ્છિક લોકડાઉનની અપીલ
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ2 કલાક પહેલાRead More
આગ: ઝાલોદ તાલુકાના ખેડામા કટાકડાના ગોડાઉનમા આગ લાગતા અફરા તફરી, સમયસર આગ કાબુમાં લેવાતા જાનહાનિ ટળી
Gujarati News Local Gujarat Dahod Rumors Of Fire In Katakada Godown In Kheda Of ZhalodRead More
Comments are Closed