કૃષિ વૈવિધ્યકરણ યોજના: દાહોદના 35 હજાર ખેડૂતોને રૂા.6.84 કરોડના ખાતર-બિયારણની સહાય મળશે

દાહોદ5 કલાક પહેલા

  • કૉપી લિંક
  • ખેડૂતોને વિવિધ કિટ્સનું વિતરણ કર્યું

દાહોદ જિલ્લામાં કૃષિ વૈવિધ્યકરણ યોજના અંતર્ગત આ વર્ષે ખાતર-બિયારણ કિટસ વિતરણનો શુભારંભ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ વિડિયો કોન્ફરન્સના માધ્યમથી કર્યો હતો. આ પ્રસંગે જિલ્લા સેવા સદન ખાતે મંત્રી બચુભાઇ ખાબડ અને સાંસદ જસવંતસિંહ ભાભોર ઉપસ્થિત રહ્યાં હતા અને ખેડૂતોને કિટસનું વિતરણ કર્યું હતું. આ યોજના અંતર્ગત દાહોદના 35 હજાર ખેડૂતોને 6.84 કરોડની ખાતર-બિયારણની આ વર્ષે સહાય મળશે. ખેડૂતોને રૂ. 1957ની કિમતનું 45 કિલો યુરિયા, 50 કિલો ઓર્ગેનિક ખાતર અને 4 કિલો મકાઇનું બિયારણ આપવામાં આવશે. જેમાં લાભાર્થી ખેડૂતનો ફાળો રૂ.250નો રહેશે.

જિલ્લાના ૩૫ હજાર ખેડૂતોને આ ખાતર-બિયારણ પહોંચતું કરવાની વ્યવસ્થા કરવામાં આવી છે. છેલ્લા ચાર વર્ષમાં દાહોદ જિલ્લાના 97,559 આદિવાસી ખેડૂતોને ખાતર-બિયારણની સહાય કરવામાં આવી છે અને આ વર્ષે પણ 35 હજાર ખેડૂતોને સહાય કરવામાં આવી રહી છે.

કોરોના પ્રોટોકોલ સાથે તમામ ખાતર-બિયારણનું સુવ્યવસ્થિત વિતરણ થાય અને કોઇ અવ્યવસ્થા ન સર્જાય તેની કાળજી રાખવા તેમણે સૂચના અપાઇ હતી. આ પ્રસંગે પ્રાયોજના વહીવટદાર બી.ડી. નિનામા, ઝાલોદ તાલુકા પંચાયતના પ્રમુખ, જીએસએફસી એગ્રોટેકના અધિકારી તેમજ લાભાર્થી ખેડૂતો ઉપસ્થિત રહ્યાં હતા.

અન્ય સમાચારો પણ છે…





Related News

Comments are Closed

%d bloggers like this: