કૂવામાંથી 25 ફૂટ લાકડાની નિસરણી ચઢીને દીપડાએ પોતાનો જીવ બચાવ્યો

ધાનપુર2 કલાક પહેલા

  • કૉપી લિંક

નવાગામમાં દીપડો કૂવામાં ડૂબી ન જાય તે માટે ખાટલો નાખી મોડી સાંજે રેસ્ક્યુ કરાયુ.

  • નવાગામમાં શિકારની શોધમાં અંદર પડી જતાં વન વિભાગ દ્વારા રેસ્ક્યુ કરાયું
  • દોરડાં બાંધી નાખેલા ખાટલા પર આખો દિવસ બેસી રહ્યો : ઘરો બંધ કરાવી કાર્યવાહી પાર પડાઇ

દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાના નવાગામમાં ગતરાત્રીના શિકારની શોધમાં આવેલો દીપડો અકસ્માતે કુવામાં પડી ગયો હતો. કૂવામાં નાખેલી 25 ફૂટ ઉંચી નીસરણી ચઢીને દીપડાએ પોતાનો જીવ બચાવ્યો હતો. ધાનપુર તાલુકા ગ્રામ્ય વિસ્તારમાં જંગલથી ઘેરાયેલો છે.જેથી અહીં વન્ય પ્રાણીઓ મોટા પ્રમાણમાં વસવાટ કરતા હોય છે. બુધવારના મોડી રાત્રે શિકારની શોધમાં આવેલો દીપડો કૂવામાં પડી ગયો હતો.

કુવાના માલિકે વનવિભાગ ધાનપુરને જે અંગેની જાણ કરી હતી. દીપડો લગભગ 25 ફૂટ ઊંડા કૂવામાં પડ્યો હતો. વનવિભાગે તાબડતોબ ચારે બાજુ દોરડા બાંધીને ખાટલો નાખતા દીપડો આખો દિવસ ખાટલા પર આરામ ફરમાવ્યો હતો. વનવિભાગ દ્વારા દીપડાનું રેસ્ક્યૂ કરવા માટેની તજવીજ હાથ ધરવામાં આવી હતી. મોડી સાંજે અંધારું થતાં નિસરણીઓ બાંધીને એક છેડેથી કૂવામાં નિસરણી ઉતારતા અને બીજી બાજુ બાંધી રાખી વન વિભાગ દીપડો નીકળે તે માટે રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું.

આસપાસના લોકોને ઘરના દરવાજા બંધ રાખીની સૂચના પહેલેથી જ આપી દેવામાં આવી હતી. દીપડો લગભગ સાંજના સાતેક વાગ્યાના સાંજના સમયે નિસરણી વડે બહાર નીકળી જંગલ તરફ પ્રયાણ કર્યું હતું. આખો દિવસની વનવિભાગની જહેમત બાદ મોડી સાંજે દીપડો સહીસલામત બહાર નીકળતા હાશકારો અનુભવ્યો હતો.






Related News

Comments are Closed

%d bloggers like this: