કૂતરાંનો આતંક: દાહોદમાં હડકાયા કૂતરાથી પાંચ વ્યક્તિ ઈજાગ્રસ્ત થઇ, દેસાઇવાડ-ગોવિંદનગરમાં આતંક
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
દાહોદએક કલાક પહેલા
- કૉપી લિંક
દાહોદના ગોવિંદનગર અને દેસાઈવાડ ખાતે કુલ 5 વ્યક્તિઓ હડકાયા કૂતરાના કારણે ગંભીર ઈજાગ્રસ્ત થતા સમગ્ર પંથકમાં હાહાકાર મચી જવા પામ્યો છે. તંત્ર દ્વારા સત્વરે ખસીકરણ કે અગાઉના સમયે હાથ ધરાતી હતી તેવા કૂતરાને પેંડામાં ગોળી આપવાની તજવીજ હાથ ધરવામાં આવે તેવી માંગણી ઉઠવા પામી છે.
એક તરફ કોરોનાનો પ્રકોપ વધ્યો છે ત્યારે બીજી તરફ આવા હડકાયા કૂતરાઓના આતંકના કારણે દાહોદના દેસાઈવાડ વિસ્તારમાં 3 અને ગોવિંદનગરના મંડાવાવ રોડ ખાતે 2 લોકો મળી કુલ 5 વ્યક્તિઓને કૂતરાંએ બચકાં ભરી ઘાયલ કરતાં આ વિસ્તારના રહીશો ફફડી ઉઠયાં છે. છેલ્લા છ-સાત માસથી શહેરના તમામ વિસ્તારોમાં કૂતરાઓનો ત્રાસ પારાવાર વધવા સાથે આવતા જતા વાહનોની પાછળ દોડીને અકસ્માત સર્જતા હોવાની અવારનવાર થતી ફરિયાદ બાદ પણ તંત્ર દ્વારા કોઈ એક્શન નહીં લેવાતા જનાક્રોશ વધવા પામ્યો છે.
Related News
રસ્તો બનવાની રાહમાં: ફતેપુરા તાલુકાના રાવળના વરૂણામાં આઝાદીના દાયકાઓ બાદ પણ સ્થાનિકો રસ્તાની સુવિધાથી વંચિત
દાહોદ3 કલાક પહેલા કૉપી લિંક સુખસરથી રાવળના વરુણા જતા માત્ર બે કિલોમીટરના રસ્તાની કામગીરી બબ્બેRead More
કરુણ અંજામ: દેવગઢ બારીયાના બૈણામાં પર સ્ત્રીના પ્રેમમા અંધ પતિએ ત્રાસ આપી મરવા મજબૂર કરતા પત્નીએ આત્મહત્યા કરી લીધી
દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક પતિથી ત્રસ્ત પરિણીતાએ સાસરીમાં જ ગળાફાંસો ખાઈ લીધો દેવગઢ બારીયાRead More
Comments are Closed