કિસાન યોજનાનું રજિસ્ટ્રેશન તાત્કાલિક અસરથી બંધ કરાવાયું
દાહોદ2 કલાક પહેલા
- કૉપી લિંક
- સ્ટોપ પેમેન્ટ કરાવવા કાગળના ઘોડા દોડાવ્યા
દાહોદ જિલ્લામાં પ્રધાન મંત્રી કિસાન યોજનામાં તપાસ દરમિયાન ભોપાળુ સામે આવતાં તંત્ર પણ ચોંકી ઉઠ્યુ છે. માત્ર 35436 એન્ટ્રી જ ચેક કરાતાં તેમાંથી 32717 ખાતેદાર ખોટા નીકળ્યા છે. આ સાથે1191 એવા લોકો હતાં જેમનું નામ ખરેખર લેન્ડ રેકર્ડમાં ન હોવા છતાં તેમણે બે હજારની સહાય મેળવીને સરકારને 23.82 લાખ રૂપિયાનો ચૂનો ચોપડ્યો હતો. આ માટે તાત્કાલિક અસરથી પોલીસ ફરિયાદ નોંધાવવાની ફરજ પડી હતી. હરકતમાં આવેલા તંત્રે દાહોદ જિલ્લામાં કિસાન યોજનાનું રજિસ્ટ્રેશન તાત્કાલિક અસરથી બંધ કરી દીધુ હતું.
આ સાથે ખોટું નામ પોર્ટલ ઉપર ચઢાવનારા લોકો પોતાના ખાતામાંથી રૂપિયા ન ઉપાડી લે તે માટે સ્ટોપ પેમેન્ટ કરાવવા માટે કાગળ પર ઘોડા દોડાવવામાં આવ્યા હતાં. જોકે, કયા નામ અને નંબરનું પેમેન્ટ સ્ટોપ કરવું તેની કોઇ વિગત ન હોવાને કારણે કયા ખાતાનું પેમેન્ટ સ્ટોપ કરવું તે અંગેની વિમાસણમાં બેન્કો જોવા મળી હતી.
0
Related News
રસ્તો બનવાની રાહમાં: ફતેપુરા તાલુકાના રાવળના વરૂણામાં આઝાદીના દાયકાઓ બાદ પણ સ્થાનિકો રસ્તાની સુવિધાથી વંચિત
દાહોદ3 કલાક પહેલા કૉપી લિંક સુખસરથી રાવળના વરુણા જતા માત્ર બે કિલોમીટરના રસ્તાની કામગીરી બબ્બેRead More
કરુણ અંજામ: દેવગઢ બારીયાના બૈણામાં પર સ્ત્રીના પ્રેમમા અંધ પતિએ ત્રાસ આપી મરવા મજબૂર કરતા પત્નીએ આત્મહત્યા કરી લીધી
દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક પતિથી ત્રસ્ત પરિણીતાએ સાસરીમાં જ ગળાફાંસો ખાઈ લીધો દેવગઢ બારીયાRead More
Comments are Closed