કાળીતળાઇ પાસે રૂા.1.10 લાખના દારૂ સાથે સુરતનો ખેપિયો ઝડપાયો

દાહોદ3 કલાક પહેલા

  • કૉપી લિંક
  • દારૂ તથા કાર મળી 3,10,740 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત

દાહોદ કાળીતળાઇ પાસે હાઇવે ઉપરથી વૈભવી કારમાં વિદેશી દારૂ ભરી મધ્યપ્રદેશથી ભરી સુરત લઇ જવાતાના વિદેશી દારૂના જથ્થો સાથે સુરતના કાર ચાલકની ધરપકડ કરી હતી. 3,10,740 રૂ.ના મુદ્દામાલ કબ્જે લઇ બે વ્યક્તિઓ સામે ગુનો નોંધી તાલુકા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.

દાહોદ તાલુકા પોલીસ મથકના પી.એસ.આઇ. એમ.એ.દેસાઇ તથા સ્ટાફના માણસો રૂરલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા. ત્યારે લીમડી બાયપાસ હાઇવે ઉપર એક હુન્ડાઇ કારમાં છાપરી ગામ તરફથી વિદેશી દારૂ ભરી લઇને આવતા હોવાની બાતમી મળતાં કાળીતળાઇ ગામે હોટલની બાજુમાં લીમડી બાયપાસ રોડ ઉપર ઉપર વાહનોથી રસ્તો બ્લોક કરી વોચમાં ઉભા હતા.

તે દરમિયાન જીજે-05-જેસી-0900 નંબરની બાતમી વાળી હુન્ડાઇ કાર આવતાં તેને ઉભી રખાવી ડ્રાઇવર સુરતના ફુલવાડી ભરી માતા રોડના કાસમ નુરમોહમદ સંઘવાણીને નીચે ઉતારી ગાડીમાં તલાસી લેતાં પાછળની શીટ ઉપર તથા શીટના પાછળના ભાગે વિદેશી દારૂની પેટીઓ મુકી હતી. જે પેટીઓને ગાડીમાંથી બહાર કાઢીને જોતો તેમાંથી વિદેશી દારૂની અલગ અલગ માર્કાની નાની મોટી 362 બોટલો જેની કિંમત 1,10,740ની મળી આવી હતી. પ્રોહી તથા બે લાખ રૂપિયાની કાર મળી કુલ 3,10,740 કિંમતના મુદ્દામાલ સાથે ગાડીના ડ્રાઇ‌રની ધરપકડ કરી તેની સાથે તથા દારૂ જથ્થો ભરાવી આપનાર મધ્યપ્રદેશના ગોવાલિપતરા ગામના પીદીયાભાઇ રતનાભાઇ સંગાડા વિરૂદ્ધ દાહોદ તાલુકા પોલીસે પ્રોહી ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથી ધરવામાં આવી છે.






Related News

Comments are Closed

%d bloggers like this: