કાર્યવાહી: MPના કઠ્ઠીવાડાનો બૂટલેગર દાહોદમાં પાસામાં ધકેલાયો

દાહોદએક કલાક પહેલા

  • કૉપી લિંક
  • દાહોદ આવ્યો હોવાની બાતમી મળતાં પકડી લેવાયો
  • મ.પ્ર.ના બૂટલેગરને દાહોદમાં પાસાની પહેલી ઘટના : ભુજની જેલમાં મોકલાયો

મધ્ય પ્રદેશ અને રાજસ્થાનની સરહદ ઉપર આવેલા દાહોદ જિલ્લામાં આ બંને રાજ્યના બૂટલેગરો વિવિધ નુસ્ખા અપનાવીને દારૂ ઘુસાડતા હોય છે અને રાજ્યના અન્ય વિસ્તારોમાં પહોંચાડતા હોય છે. અલીરાજપુર જિલ્લાના કઠ્ઠીવાડાના એક બૂટલેગર સામે અહીં નોંધાયેલા ગુનાઓના આધારે પાસા કરવામાં આવી છે. એલસીબીએ તેની ધરપકડ કરતાં આ બૂટલેગરને જિલ્લા જેલ ભુજ ખાતે મોકલી દેવામાં આવ્યો છે. પરપ્રાંતના બૂટલેગરને દાહોદમાં પાસા કરાઇ હોય તે આ પહેલો બનાવ હોવાનું જાણવા મળ્યુ છે.

મધ્ય પ્રદેશના અલિરાજપુર જિલ્લાના કઠ્ઠીવાડા તાલુકામાં આવેલા કવછા ગામના બજાર ફળિયામાં રહેતો અશોક પ્રતાપ બારિયા મધ્ય પ્રદેશથી બોલેરો જીપ, પીકઅપ, કારમાં વિદેશી દારૂ ભરીને રાજ્યના વિવિધ વિસ્તારમાં પહોંચાડતો હતો. અશોક દાહોદ જિલ્લાના સાગટાળા પોલીસ મથકની હદમાં ચાર વખત વિદેશી દારૂ ભરેલા વાહનો સાથે પકડાયો હતો. વિદેશી દારૂની હેરાફેરીની વારંવારની પ્રવૃતિ જોતા પોલીસ દ્વારા તેનું પાસા પ્રપોઝલ જિલ્લા કલેક્ટર ડો. હર્ષિત ગોસાવીને મોકલવામાં આવ્યુ હતું. પાસા દરખાસ્ત ઉપર મંજુરીની મહોર વાગી જતાં એસ.પી હિતેશ જોયસરે પાસાના હુકમની બજવણી કરવાની જવાબદારી એલસીબી પી.આઇ બી.ડી શાહને સોંપી હતી.

બી.ડી શાહ અને પીએસઆઇ પી.એમ મકવાણા દાહોદ શહેરમાં પેટ્રોલિંગમાં હતાં. તે વખતે અશોક બારિયા દાહોદ આવ્યો હોવાની બાતમી મળી હતી. એલસીબીએ વોચ ગોઠવતા અશોક દાહોદ શહેરના સ્ટેશન રોડ ઉપરથી મળી આવ્યો હતો. તેને પાસાના વોરંટની બજવણી કરવા સાથે જરૂરી પોલીસ જાપ્તા સાથે જિલ્લા જેલ ભુજ ખાતે મોકલી દેવામાં આવ્યો હતો. દાહોદ જિલ્લામાં દારૂના ધંધામાં શામેલ લિસ્ટેડ બૂટલેગરોને પાસા થાય છે પરંતુ પરપ્રાંતના બૂટલેગરને ગુજરાત રાજ્યના દાહોદમાં પાસા કરાઇ હોય તે આ પ્રથમ ઘટના હોવાનું જાણવા મળ્યુ છે.

અન્ય સમાચારો પણ છે…





Related News

Comments are Closed

%d bloggers like this: