કાર્યવાહી: 37 એગ્રો સેન્ટર પર રૂપિયા 10.53 લાખનો બિયારણનો જથ્થો અટકાવ્યો
દાહોદ5 કલાક પહેલા
- કૉપી લિંક
- ક્ષતિઓ બદલ 47 ડીલરોને નોટિસો ફટકારવામાં આવી
- રાસાયણિક ખાતરના 17 નમૂના પૃથક્કરણ માટે મોકલાયા
દાહોદ જિલ્લામાં બિયારણ અને ખાતરનું વેચાણ કરતાં એગ્રો સેન્ટર ઉપર સ્કવોર્ડ બનાવીને તપાસ શરૂ કરવામાં આવી હતી.જેમાં કેટલીક ક્ષતિઓ જણાતા ડિલરોને નોટિસો આપવા સાથે 10 લાખથી વધુ કિંમતનો બિયારણનો જથ્થો રોકી દેવામાં આવ્યો હતો.
દાહોદ જિલ્લામાં 18 એગ્રો સર્વિસ સેન્ટર અને 184 એગ્રો બિસનેસ સેન્ટર આવેલા છે. રાજ્ય સરકારે હલકી ગુણવત્તાના કે અનધિકૃત એવા બિયારણ, રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાઓથી ખેડૂતોને રક્ષણ મળે તે માટે સઘન પગલાં ભરી રાજ્યભરમાં ગુણવત્તા ચકાસણી માટે ઝુંબેશ શરૂ કરી હતી. દાહોદ જિલ્લામાં પણ સ્કવોર્ડ દ્વારા સ્કવોર્ડ દ્વારા બિયારણ, રાસાણિયક ખાતર અને જંતુનાશક દવાઓના વિક્રેતાઓને ત્યાં તપાસ કરવામાં આવી હતી. ત્યારે આ ચકાસણીમાં દવા, બિયારણ, રસાયણિક ખાતરના 17 નમૂના પૃથ્થકરણ માટે લેવામાં આવ્યા હતાં. ચકાસણી દરમિયાન એગ્રો સેન્ટર પ્રોડક્ટનું રજિસ્ટ્રેશન ન કરાવ્યુ હોય કે પુરૂ થઇ ગયું હોય તેવા 47 ડિલરોને નોટિસ આપવામાં આવીહતી.
આ સાથે ચકાસણીમાં 37 સેન્ટર ઉપર પોતે વેચાણ કરી રહ્યા છે તે જથ્થાને લાયસન્સમાં એડ ન કરાવ્યો હોવાનું જણાતા 37 ડિલરોને ત્યાં 10.93 લાખની કિંમતનો 45.53 ક્વિન્ટલ બિયારણનો જથ્થો અટકાવી દેવામાં આવ્યો હતો.
Related News
રસ્તો બનવાની રાહમાં: ફતેપુરા તાલુકાના રાવળના વરૂણામાં આઝાદીના દાયકાઓ બાદ પણ સ્થાનિકો રસ્તાની સુવિધાથી વંચિત
દાહોદ3 કલાક પહેલા કૉપી લિંક સુખસરથી રાવળના વરુણા જતા માત્ર બે કિલોમીટરના રસ્તાની કામગીરી બબ્બેRead More
કરુણ અંજામ: દેવગઢ બારીયાના બૈણામાં પર સ્ત્રીના પ્રેમમા અંધ પતિએ ત્રાસ આપી મરવા મજબૂર કરતા પત્નીએ આત્મહત્યા કરી લીધી
દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક પતિથી ત્રસ્ત પરિણીતાએ સાસરીમાં જ ગળાફાંસો ખાઈ લીધો દેવગઢ બારીયાRead More
Comments are Closed