કાર્યવાહી: દાહોદ જિલ્લામાં સસ્તા અનાજની 56 દુકાનોમાં સરપ્રાઈજ ચેકીંગ, 5 સંચાલકો સામે કાર્યવાહી
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
દાહોદએક કલાક પહેલા
- કૉપી લિંક
- દાહોદ તાલુકાની 3 દુકાનના લાયસન્સ 3 મહિના માટે સસ્પેન્ડ સંજેલી તાલુકાની 2 દુકાનના લાયસન્સ 2 મહિના માટે સસ્પેન્ડ
દાહોદ જીલ્લા કલેકટર દ્વારા ૫૬ જેટલી સસ્તા અનાજ ની દુકાનોની આકસ્મિક તપાસ કરવામાં આવી છે. અનાજ વિતરણમાં ગંભીર ક્ષતિઓ જોવા મળતાં દાહોદ તાલુકાની 3 દુકાનોને 3 માસ માટે, સંજેલી તાલુકાની જસુણી ગામની 2 દુકાનોના 2 માસ માટે પરવાના સસ્પેન્ડ કરાતાં સસ્તા અનાજના દુકાનદારોમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો હતો.
અન્ન અને નાગરિક પુરવઠા વિભાગ દ્વારા કોરોના વાયરસની વ્યાપક અસરના કારણે જાહેર વિતરણ વ્યવસ્થા હેઠળના લાભાર્થીઓને માહે મે – 2021 દરમ્યાન કેન્દ્ર સરકાર પુરસ્કૃત પ્રધાનમંત્રી ગરીબ અન્ન યોજના હેઠળ મફ્તમાં તથા એનએફએસએ યોજના અંતર્ગત પ્રમાણસર અને નિયત દરથી રાશન આપવામાં આવે છે કે કેમ? જેની ચકાસણી કરવા માટે કલેક્ટર, દાહોદના તારીખ 21 મેના હુકમથી દાહોદ જિલ્લાની 56 જેટલી વ્યાજબી ભાવની દુકાનોની પ્રાંત અધિકારી અને મામલતદારો મારફતે આંતર તાલુકા તપાસ કરવામાં આવી હતી. તપાસ કરી અહેવાલ કલેક્ટરને રજુ કરવામાં આવ્યાં હતાં જે અન્વયે નિયુક્ત અધિકારી દ્વારા 56 વ્યાજબી ભાવની દુકાનની આકસ્મિક તપાસણી કરવામાં આવી હતી.
તપાસમાં ગંભીર ક્ષતિઓના આધારે દાહદોદ તાલુકાની 03દુકાનોને 03 માસ માટે, સંજેલી તાલુકાની જસુણી વ્યાજબી ભાવની દુકાનને 2 માસ માટે મોકુફ રાખવામાં આવી હતી જ્યારે અન્ય 52 વ્યાજબી ભાવની દુકાનોમાં તપાસણી દરમ્યાન તમામ ક્ષતિઓ સંદર્ભે નોટીસ ફટકારવામાં આવી હતી અને સરકારના નિયમોનુસાર નિયત કાર્યવાહી પણ કરવામાં આવનાર છે.
Related News
રસ્તો બનવાની રાહમાં: ફતેપુરા તાલુકાના રાવળના વરૂણામાં આઝાદીના દાયકાઓ બાદ પણ સ્થાનિકો રસ્તાની સુવિધાથી વંચિત
દાહોદ3 કલાક પહેલા કૉપી લિંક સુખસરથી રાવળના વરુણા જતા માત્ર બે કિલોમીટરના રસ્તાની કામગીરી બબ્બેRead More
કરુણ અંજામ: દેવગઢ બારીયાના બૈણામાં પર સ્ત્રીના પ્રેમમા અંધ પતિએ ત્રાસ આપી મરવા મજબૂર કરતા પત્નીએ આત્મહત્યા કરી લીધી
દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક પતિથી ત્રસ્ત પરિણીતાએ સાસરીમાં જ ગળાફાંસો ખાઈ લીધો દેવગઢ બારીયાRead More
Comments are Closed