કાર્યવાહી: ​​​​​​​દાહોદમાં લોકડાઉનનો ભંગ બદલ સાગમટે 8 દુકાન સીલ કરાતા વેપારીઓમાં ફફડાટ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દાહોદ2 કલાક પહેલા

  • સ્ટેશન રોડ પર જ 6 દુકાનોને સીલ કરવામાં આવી એમ.જી.રોડ પર પણ બે દુકાનદાર સામે કાર્યવાહી કરાઇ

દાહોદ શહેર સહિત જિલ્લામાં કોરોના દિનપ્રતિદિન વકરી રહ્યો છે. ત્યારે એક્શનમાં આવેલી નગરપાલિકા ટીમ અને પોલીસ તંત્ર દ્વારા છેલ્લા કેટલાક દિવસોથી દાહોદમાં કોરોના ભંગ બદલ વેપારીઓ સામે લાલ આંખ કરી સાગમટે 8 દુકાનો સીલ કરવામાં આવી છે.

પોલીસ તથા નગરપાલિકાએ સંયુક્ત કામગીરી કરી

કોરોના સામે લડવા માટે દાહોદ જિલ્લા વહીવટી તંત્ર, પોલીસ તંત્ર તેમજ નગરપાલિકા સંયુક્ત સઘન કામગીરી કરી રહ્યાં છે. જિલ્લાની પ્રજાને પણ જાગૃત કરવામાં આવી રહી છે. દાહોદ શહેરમાં પણ સરકારની જાહેરાત પ્રમાણે લોકડાઉનનો અમલ કરાવવામાં આવી રહ્યો છે. આ લોકડાઉનમા માત્ર દવાઓની દુકાનો, કરીયાણાની દુકાન અને ફળ ફ્રૂટની દુકાનોને સમય મર્યાદા સુધી છૂટછાટ આપવામાં આવી છે.

દુકાનોને સીલ કરી દેવાતા વેપારીઓમાં ફફડાટ ફેલાઈ ગયો

તેમ છતાં ઘણા બિનજરૂરી દુકાનદારો તેમજ વેપારીઓ તંત્રને સાથ અને સહકાર ન આપી અને પોતાની મરજી ચલાવી દુકાનો ખુલ્લી રાખતાં પાલિકા તંત્ર અને પોલીસ તંત્ર હરકતમાં આવ્યું છે. અગાઉ કેટલીક દુકાનોને કોરોના ગાઇડ લાઇનના ભંગ બદલ સીલ પણ કરવામાં આવી હતી. ત્યારે આજે દાહોદ શહેરની આઠ જેટલી વધુ દુકાનોને સીલ કરી દેવાતા વેપારીઓમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો હતો. આ આઠ દુકાનો પૈકી સ્ટેશન રોડની 6 દુકાનનો સમાવેશ થાય છે અને એમ.જી.રોડની બે દુકાનો. સીલ કરવામાં આવેલ 8 દુકાનો પૈકી ખુશ્બુ ફેશન સેલ, હુતેબ ટ્રેડીંગ કુ., ક્રિષ્ના કોમ્યુનિકેશન, જાની મોબાઈલ, ભાગ્યલક્ષ્મી કંગન સ્ટોર, ફેન્સી કંગન સ્ટોર, નિર્મલ ફેશન અને સોનારા ઈમીટેશનનો સમાવેશ થાય છે.

અન્ય સમાચારો પણ છે…





Related News

Comments are Closed

%d bloggers like this: