કાર્યવાહી: હિરોલાના બોરપાણી ફળિયામાં તળાવ ચેકડેમ અને કૂવાના કામમાં બેદરકારી

દાહોદ3 કલાક પહેલા

  • કૉપી લિંક
  • GRSની બેદરકારી સામે આવી : TDOની નોટિસ, 2 દિવસમાં ખુલાસો માંગ્યો

હિરોલા ખાતે આવેલ બોરપાણી ફળિયામાં મનરેગા યોજના હેઠળ ચાલતા કામોની તાલુકા વિકાસ અધિકારીએ ચેકડેમ તળાવ અને કૂવાઓની ઓચિંતી મુલાકાત લીધી હતી. મુલાકાત દરમિયાન મજૂરો અને મસ્ટરોમાં જી.આર.એસ.ની બેદરકારી સામે આવી હતી. જેની નોંધ લઇ બે દિવસમાં ખુલાસો કરવા કારણદર્શક નોટિસ ફટકારતાં ફફડાટ મચી જવા પામ્યો હતો.

પ્રાપ્ત થતી માહિતી મુજબ સંજેલી તાલુકામાં હરેશ મકવાણાએ તાલુકા વિકાસ અધિકારી તરીકે ચાર્જ સંભાળતાં જ અરજદારોની રજૂઆતો અને પંચાયતમાં થતા વિકાસના કામો અને સ્વચ્છતા જેવી સમસ્યાને લઈ મુલાકાતોનો દોર શરૂ કર્યો હતો. જેને પગલે કાગળ પર જ બોગસ કામ કરનારાઓ તાલુકાના કર્મચારીઓમાં ફફડાટ ફેલાઇ જવા પામ્યો હતો.

હિરોલા ખાતે આવેલ બોરપાળી ફળિયામાં મહાત્મા ગાંધી રોજગાર બાંહેધરી હેઠળ ચાલતા તળાવો ચેકડેમો અને કૂવાના કામગીરીની ઓચિંતી મુલાકાત દરમિયાન દાળમાં કાળું જણાતાં જી.આર.એસ. પ્રકાશ ભીખા પરમાર પાસે ચેકડેમ તળાવનાં કામમાં મસ્ટર કરતાં મજૂરોની પાંખી હાજરી, જ્યારે કૂવાના કામમાં મજૂર હાજર હતા પરંતુ મસ્ટર રોલ ઉપલબ્ધ ન હતું. 49 જેટલા મતવિસ્તારોમાં મજૂરોની હાજરી પૂરવામાં આવી નથી. જ્યારે અઠવાડિયા પહેલા કામ પૂર્ણ થયેલા કામના મસ્તરોમાં પણ હાજરી પૂરવામાં આવી નથી. વગેરે ક્ષતિઓ બહાર આવી હતી.

આ તમામ બાબતની નોંધ લઈ તાલુકા વિકાસ અધિકારીએ જ્યારે સને બે દિવસમાં આધાર લેખિત આધાર પુરાવા સાથે ખુલાસો કરવા જણાવ્યું હતું. ખુલાસો કરવામાં નહીં આવે તો શિક્ષાત્મક કાર્યવાહી તથા ફરજ પરથી છૂટા કરવા માટે દરખાસ્ત તૈયાર કરી જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીને મોકલવા સહિતની નોંધ લઈ કારણદર્શક નોટિસ પાઠવી હતી.

અન્ય સમાચારો પણ છે…





Related News

Comments are Closed

%d bloggers like this: