કાર્યવાહી: હિરેન પટેલ હત્યા કાંડમાં ઇમુને 5 દિ’ના રિમાન્ડ
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
દાહોદ2 કલાક પહેલા
- કૉપી લિંક

આરોપી
- રવિવાર બપોર સુધી રિમાન્ડ પરનો હુકમ આપ્યો
- આશ્રય સ્થાનો, સોપારીની રકમ સહિતના મુદ્દા પોલીસે રજૂ કર્યા
- રવિવાર બપોર સુધી રિમાન્ડ પરનો હુકમ આપ્યો : આશ્રય સ્થાનો, સોપારીની રકમ સહિતના મુદ્દા પોલીસે રજૂ કર્યા
ઝાલોદમાં ભાજપના કાઉન્સિલર હિરેન પટેલની સોપારી આપીને હત્યા કરવાના પ્રકરણમાં પકડાયેલા ઇમુ ડાંડને બુધવારે કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યો હતો. કોર્ટે તેને 5 દિવસ સુધી રિમાન્ડ ઉપર રાખવાની પોલીસને પરવાનગી આપી છે.
ઝાલોદમાં 27 સપ્ટેમ્બરે ભાજપના કાઉન્સિલર હિરેન પટેલની જીપની ટક્કર મારીને હત્યા કરી દેવાઇ હતી. આ ગુનાઇત કાવતરામાં ગોધરા કાંડના આરોપી ઇરફાન પાડા, ઝાલોદના જ અજય કલાલ સહિતના છ લોકોની ધરપકડ બાદ ઝાલોદના જ ઇમરાન ઉર્ફે ઇમુ ડાંડનું નામ પણ સોપારી આપવામાં સામે આવ્યું હતું. એટીએસના હાથે હરિયાણાથી પકડાયેલા ઇમરાને આ હત્યામાં કોંગ્રેસના ધારાસભ્ય અમીત કટારાની સંડોવાણી દર્શાવી હતી. ઇમરાનને દાહોદ પોલીસને સોંપતા ધરપકડ કરી હતી. બુધવારના રોજ ઇમરાનને પોલીસે ઇમરાનને કોર્ટ સમક્ષ ઓનલાઇન રજૂ કર્યો હતો. ફરાર થયા બાદ ક્યાં – ક્યાં આશ્રય મેળવ્યો, સોપારીની રકમ કેટલી હતી, અમીત સિવાયના હજી કેટલા લોકો આ હત્યામાં શામેલ છે તે સહિતના મુદ્દા રજૂ કરીને 14 દિવસના રિમાન્ડની માગ કરી હતી. કોર્ટે ઇમરાનને રવીવારની બપોર સુધી 5 દિવસ રિમાન્ડની પરવાનગી આપી હતી. હવે ઇમરાનની પુછપરછ દરમિયાન હત્યા પાછળ હજી કોની સંડોવણી છે અને બીજુ શું-શું ધરબાયેલુ છે તે સામે આવે તેવી આશંકાઓ વ્યક્ત કરાઇ રહી છે.
Related News
અકસ્માત: કંકાસીયામાં બાઇકની ટક્કરે મહિલા ઘાયલ
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ6 કલાક પહેલાRead More
આયોજન: વાઘનળામાં પંચાયત આપણા આંગણે કાર્યક્રમ
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ સીંગવડ3 કલાક પહેલાRead More
Comments are Closed