કાર્યવાહી: સંજેલીમાં હોમગાર્ડ જવાનોએ દારૂ ભરેલી વગર નંબરની સૂમો ઝડપી

દાહોદ5 કલાક પહેલા

  • કૉપી લિંક
  • 2,20,000 રૂા.નો મુદ્દામાલ જપ્ત : હોમગાર્ડ જ ફરિયાદી બન્યો

સંજેલીથી રાત્રી દરમ્યાન પસાર થતી ઈંગ્લીશ દારૂ ભરેલી વગર નંબરની સુમો ગાડીનો પીછો કરી હોમગાર્ડ જવાન ઝડપી પાડી હતી. દારૂ સહિત 2.20 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરાતા આ ઘટનામાં હોમગાર્ડને જ ફરિયાદી બનાવવામાં આવ્યો હતો.

સંજેલી તાલુકા મથકે 96 જેટલા હોમગાર્ડ જવાનો 32 પોઈન્ટ પર ફરજ બજાવે છે. રાત્રિ દરમ્યાન વધતા જતા વાહન ચોરીના બનાવોને લઈને જીલ્લા હોમગાડ કમાન્ડન્ટ સરદારસિંહ બારીયા દ્વારા હોમગાર્ડ જવાનોને રાત્રિ દરમ્યાન યોગ્ય ધ્યાન રાખવાની સૂચના આપી હતી.જવાનો સજાગ બનતા ૨૧ મીને સોમવારના રોજ રાત્રિ દરમ્યાન નાની સંજેલી ચોકડી પરથી એક વગર નંબરની સુમો પુરપાટ ઝડપે પસાર થતા અગાઉના પોઈન્ટને જાણ કરી અને તેનો પીછો કર્યો હતો.

જે પ્રતાપપુરા પેટ્રોલપંપ ખાતે હોમગાર્ડ જવાને રોડ પર ટાયર ગોઠવી વાહનને રોક્યું હતું. દારૂ ભરેલી ગાડીના ચાલકો હોમગાર્ડ જવાનોને ધમકાવવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, હોમગાર્ડ જવાનોએ એકના બે ના થયા અને વગર નંબરની દારુ ભરેલી વાહન અને બે વ્યક્તિઓને પોલીસ મથકે લઈ ગયાં હતાં. પોલીસે વાહનમાં તપાસ હાથ ધરતાં રોયલ એક પેટી ક્વાટરીયા ત્રણ પેટી મેકડોનલ્સ એક પેટી લંડન પ્રાઈઝ નવ બોક્સ અને માઉન્ટ 6000 બીયર વીસ પેટી મળી કુલ 150000 રૂપિયાનો દારૂ અને 7000નું વાહન મળી કુલ 220000નો મુદ્દામાલ જપ્ત કરાયો હતો.

આ બનાવ અંગે હોમગાર્ડ સભ્ય અલ્કેશભાઇ ગણપતસિંહ બારિયાની ફરિયાદના આધારે બિલવાણીના મનુ શુક્રમ ભુરિયા અને લીમડીના ગીરીશ મગન પરમાર સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે…





Related News

Comments are Closed

%d bloggers like this: