કાર્યવાહી: સંજેલીમાં જાહેર ગંદકી સામે રૂા.1 હજારના દંડ બાદ નગર સ્વચ્છ

દાહોદ3 કલાક પહેલા

  • કૉપી લિંક
  • ગંદકી અને કચરાના ઢગના કારણે ભયંકર રોગચાળો ફાટી નીકળે તેવી દહેશત સેવાઇ રહી હતી

દાહોદ જિલ્લાના સંજેલી તાલુકા મથકમાં જ જાહેર રસ્તાઓ પર જ્યાં-ત્યાં કચરાના ભાગ જોઈને તાલુકાના અધિકારીઓ ચોંકી ઉઠ્યા હતા. એક તરફ ચોમાસુ આવી રહ્યું છે ત્યારે નગરમાં જ્યાં ત્યાં ગંદકી અને કચરાના ઢગના કારણે નગરમાં ભયંકર રોગચાળો ફાટી નીકળે તેવી દહેશત સેવાઇ રહી હતી.

સફાઈ બાબતે તાલુકા વિકાસ અધિકારીની સૂચનાના મુજબ સંજેલી ગામ પંચાયત દ્વારા નગરમાં જાહેર રસ્તાઓ પર ગંદકી કરવી નહીં, જાહેર રસ્તાઓ પર સડેલા ફળફળાદી કે શાકભાજી જેવો કચરો નાખવો નહીં, જાહેર રસ્તા પર કચરો નાખનારાં સામે કાયદેસરની કાર્યવાહી કરી રૂપિયા 1000નો દંડ કરવા આવશે તેવી જાહેરાત પંચાયત દ્વારા તાજેતરમાં કરવામાં આવી હતી.

જાહેરાત બાદ જાહેર રસ્તા પર કચરો ફેંકવાનું બંધ જોવા મળ્યુ છે. ગ્રામ પંચાયતનું કચરા કલેક્શન માટે માત્ર એક જ ટ્રેક્ટર હોવાથી લોકોને ખૂબ જ મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. ત્યારે કચરા કલેક્શન માટે હાલમાં વધુ એક ટ્રેક્ટર મુકવામાં આવે તેવી લોક માગ ઉઠી છે.

અન્ય સમાચારો પણ છે…





Related News

Comments are Closed

%d bloggers like this: