કાર્યવાહી: સંજેલીના હાટમાં વધુ સંખ્યામાં ભીડ ઊમટતાં તંત્રે બજારો બંધ કરાવી દીધા

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દાહોદ3 કલાક પહેલા

  • કૉપી લિંક
  • હાટના દિવસે ભીડ ઉમટતાં મામલતદાર, PSIનાે કાફલાે હરકતમાં આવ્યો

સમગ્ર દાહોદ જિલ્લામાં હાટ બજાર પર પ્રતિબંધ છે તેમ છતાં સંજેલીમાં શુક્રવારે હાટ ભરાતા ખરીદી કરવા માટે લોકોના લોક ટોળા ઉમટતા હોય છે પરંતુ જ્યારથી કોરોનાનું ગ્રહણ લાગ્યું છે ત્યારથી સંજેલી સહિત સમગ્ર જિલ્લામાં હાટ બજારો પર સંપૂર્ણ પ્રતિબંધ લાદી દેવામાં આવ્યુ હતુ ત્યારે આજે ૩૦મીએ અચાનક હાટ બજારમાં ભીડ ઉમટી પડતા વહીવટી તંત્ર હરકતમાં આવ્યું હતું અને યુદ્ધના ધોરણે સંજેલીની નાની મોટી તમામ દુકાનો બંધ કરાવવાની ફરજ પડી હતી.

સંજેલીના સંપૂર્ણ દુકાનો બંધ કરાવતા લોકોમાં કુતુંહુલ સર્જાયું હતું અને ગ્રામ્ય વિસ્તારોમાં ખરીદી અર્થે આવેલ પ્રજામાં ભારે નાસભાગ મચી જવા પામ્યો હતો. તેમજ સંજેલી ખાતે તળાવ રોડ પર આવેલી પ્રખ્યાત સેફી ક્લોથના (કાયદાવાલા)ના સંચાલક દ્વારા સેનેટાઈઝર તેમજ સોશ્યલ ડિસ્ટન્સ ન જળવાતા ગ્રાહકો માસ્ક વગર મળી આવતાં પી.એસ.આઇ. દ્વારા જાહેરનામા ભંગનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે…





Related News

Comments are Closed

%d bloggers like this: