કાર્યવાહી: રાણીપુરામાંથી ખેતરમાં સંતાડેલો દારૂ ઝડપાયો, માલિક સામે પોલીસ કાર્યવાહી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દાહોદ3 કલાક પહેલા

  • કૉપી લિંક

દાહોદ જિલ્લાના દેવગઢ બારિયા પોલીસ મથકનો સ્ટાફ ગતરોજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા. ત્યારે રાણીપુરા ગામે રહેતો કેશરસિંહ નવલસિંહ બારીયા તેની કરિયાણાની દુકાનમાં તથા દુકાનની બાજુમાં આવેલા ખેતરમાં વિદેશી દારૂના ક્વાટરીયા સંતાડી રાખી વેચાણ કરતો હોવાની બાતમી મળી હતી.

જેના આધારે તપાસ કરવા જતાં પોલીસને જોઇ કેશરસિંહ બારિયા દુકાન ખુલ્લી મુકી ભાગી ગયો હતો. જ્યારે પોલીસે તપાસ કરતાં દુકાનમાંથી દારૂ નહી મળતાં પાછળ આવેલા ખેતરમાં તપાસ કરતાં વિમલના થેલામાં ભરી રાખેલો વિદેશી દારૂના પ્લાસ્ટીકના ક્વાટરીયા તથા હોલની નાની મોટી 11 બોટલો જેની કિંમત 2,130ની મડી આવી હતી. દારૂ કબ્જે લઇ દેવગઢ બારિયા પોલીસે કેશરસિંહ બારિયા વિરૂદ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.






Related News

Comments are Closed

%d bloggers like this: