કાર્યવાહી: રળીયાતીમાં 39 બોટલ દારૂ મળતાં મહિલા સામે કાર્યવાહી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દાહોદ2 કલાક પહેલા

  • કૉપી લિંક

દાહોદના રળીયાતીમાં સાસીવાડ ફળીયામાં રહેતી દિપાબેન ધર્મા સાસી ઘરે વિદેશી દારૂ રાખી છુટકમાં વેચતી હોવાની બાતમી મળતાં તાલુકા પોલીસે તેના ઘરે રેઇડ કરી હતી. ત્યારે મહિલા ઘરમાં હાજર મળી ન હતી. પરંતુ ઘર ખુલ્લુ હોઇ પોલીસે તપાસ કરતાં ઘરના ખુણામાંથી દારૂ ભરેલી એક મિણીયા થેલી મળી આવી હતી. જેને ખોલીને જોતાં વિદેશી દારૂની વિવિધ માર્કાની 39 બોટલ કિં.રૂા.3675ની મળી આવતાં પ્રોહી મુદ્દામાલ કબ્જે લઇ દિપા સાંસી સામે ગુનો નોંધી કાર્યવાહી કરી હતી.






Related News

Comments are Closed

%d bloggers like this: