કાર્યવાહી: રતલામમાં મજદૂર સંઘના પ્રમુખ સહિત કાર્યકરો સામે ગુનો દાખલ
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
દાહોદ33 મિનિટ પહેલા
- કૉપી લિંક
- ક્રેક વર્કિંગનો વિરોધ કરવા મજદૂરોએ ટ્રેક ઉપર ઉભા થઇ માલગાડી 25 મિનિટ સુધી રોકી રાખી
- આરપીએફની તપાસમાં નામો પણ ખોલાશે
રતલામમાં કોઇ પણ પ્રકારની મંજુરી વગર અને રેલવે તંત્રને જાણ કર્યા વગર રેલવે ટ્રેક ઉપર ઉભા થઇને માલગાડી રોકીને મવેસ્ટર્ન રેલવે મજદુર સંઘના પ્રમુખ સહિતના કાર્યકરોએ વિરોધ પ્રદર્શન કર્યુ હતું. કાર્યકરોએ ક્રેક વર્કિંગ એટલે કે લાંબી ડ્યુટીના વિરોધમાં કરાયેલા પ્રદર્શન દરમિયાન માલગાડીને 25 મીનીટ સુધી રોકી રાખવાની બાબત ગંભીરતાથી લેવાઇ હતી. આ મામલે આરપીએફ દ્વારા સંઘના પ્રમુખ સહિત 3 સામે ગુનો દાખલ કર્યો હતો.તેમાં મજદુર સંઘના મંડળ પ્રમુખ રફીક મન્સુરી, યાંત્રિક શાખા અધ્યક્ષ દીપક ગુપ્તા અને સચિવ હિમાંશુ પિટારે સામે વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કરાયો હતો. આરપીએફ દ્વારા શનિવારે સમન્સ કાઢીને પુછપરછ માટે બોલાવ્યા હતા પરંતુ તેઓ ગયા ન હતાં. મુંબઇ હેડક્વાર્ટરે કર્મચારી નેતાઓ સામે કાર્યવાહીના આદેશ આપ્યા છે.
કઇ કલમ હેઠળ ગુનો નોંધાયો
આરપીએફ દ્વારા પરવાનગી વગર વિરોધ પ્રદર્શન કરનારા મજદુર સંઘના કાર્યકરો સામે 145-બખેડો, 146 રેલવે કર્મચારીના કામમાં અવરોધ,147 ટ્રેક પાર્સિંગ,174 ટ્રેન રોકીને મોડી પાડવી મુજબ ગુનો દાખલ કરાયો હતો.
કયા કારણોસર વિરોધ પ્રદર્શન
રેલવને દ્વારા એક જ ક્રુથી ગોધરા-ભોપાલ આશરે 466 કિમી વર્કિગ કરાવવાનો પ્રાયોગિક પ્રારંભ કર્યો હતો. નિયમોને નેવે મુકી ક્રેક વર્કિગ કરીને ગાર્ડ અને ડ્રાઇવરોથી લેવાતી લાંબી ડ્યુટીના વિરોધમાં મજદુર સંઘના નેતાઓ પ્લેટફોર્મ નંબર ચારના ટ્રેક ઉપર ઉભા થઇ વિરોધ પ્રદર્શન કરવા લાગ્યા હતાં. દરમિયાન ગોધરા તરફથી માલગાડી આવ્યા છતાં તેઓ ટ્રેકથી ખસ્યા ન હતાં. સ્ટેશન મેનેજર વિજયસિંહ સિસોદીયા અને આરપીએફ સ્ટાફે ખસવાનું કહેવા છતાં મનમાની કરાઇ હતી. આ ઘટમાળમાં માલગાડી 20 મીનીટ મોડી પડી હોવાથી ગંભીર નોંધ લેવાઇ હતી.
Related News
રસ્તો બનવાની રાહમાં: ફતેપુરા તાલુકાના રાવળના વરૂણામાં આઝાદીના દાયકાઓ બાદ પણ સ્થાનિકો રસ્તાની સુવિધાથી વંચિત
દાહોદ3 કલાક પહેલા કૉપી લિંક સુખસરથી રાવળના વરુણા જતા માત્ર બે કિલોમીટરના રસ્તાની કામગીરી બબ્બેRead More
કરુણ અંજામ: દેવગઢ બારીયાના બૈણામાં પર સ્ત્રીના પ્રેમમા અંધ પતિએ ત્રાસ આપી મરવા મજબૂર કરતા પત્નીએ આત્મહત્યા કરી લીધી
દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક પતિથી ત્રસ્ત પરિણીતાએ સાસરીમાં જ ગળાફાંસો ખાઈ લીધો દેવગઢ બારીયાRead More
Comments are Closed