કાર્યવાહી: ભુવાલમાં ઘર આંગણામાંથી ટ્રેક્ટર અને નવાનગરમાંથી મો.સાઇકલની તસ્કરી કરાઇ

દાહોદ3 કલાક પહેલા

  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar

પ્રતીકાત્મક તસ્વીર

  • શોધખોળ કરવા છતાં કોઇ પતો નહીં
  • બંને બનાવમાં તસ્કરો સામે ફરિયાદ

દેવગઢ બારિયાના ભુવાલ ગામેથી ઘર આંગણામાંથી ટ્રેકટરની ચોર ઇસમો ચોરી કરી જતાં ગામમાં ચકચાર મચી ગઇ હતી. રૂા. 3.20 લાખનું ટ્રેક્ટર ચોરી અંગેની પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. તેમજ ધાનપુરના નવાનગરમાં ઘર આંગણામાંથી બાઇક ચોરી થઇ હતી. આ સંદર્ભે રમેશભાઇ મોહનિયાએ ધાનપુર પોલીસ મથકે 25,000 રૂ.ની બાઇક ચોરી કરી જતાં તસ્કરો વિરૂદ્ધ ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

દાહોદ જિલ્લાના દેવગઢ બારિયા તાલુકાના ભુવાલ ગામના રામસિંગભાઇ જશુભાઇ પટેલે પોતાનું જીજે-20-બી-5169 નંબરની ટાફી મેસી ટ્રેક્ટર તા.10 મેના રોજ ખેતરમાંથી ઘાસ પુળા લઇ આવી ખાલી કરી રાત્રીના સમયે શૈલેષભાઇ નારસિંગભાઇ પટેલના ઘરની આગળ આંગણામાં મુક્યુ હતું. તે દરમિયાન રાત્રીના સમયે ચોર ઇસમો તેમના ટ્રેક્ટરને નિશાન બનાવી ચોરી કરી નાસી ગયા હતા.

બીજા દિવસે પણ ઘાસ લેવા જવાનું હોવાથી સવારે વહેલી પરોઢે ચાર વાગ્યે શૈલેષભાઇના ઘરે ટ્રેક્ટર લેવા જતાં મુકેલી જગ્યાએ ટ્રેક્ટર જોવા મળ્યું ન હતું. ગામમાં તથા સગાસંબંધીઓમાં તપાસ કરવા છતાં આજદિન સુધી મળી આવ્યું ન હતું. જેથી રામસિંગભાઇ જશુભાઇ પટેલે દેવગઢ બારિયા પોલીસ મથકે તસ્કરો વિરૂદ્ધ 3.20 રૂા.ના ટ્રેક્ટર ચોરીની ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

ધાનપુર તાલુકાના નવાનગર ગામના રમેશભાઇ અબજીભાઇ મોહનીયાએ પોતાની જીજે-20-એએમ-3774 નંબરની બાઇક ઘરના આંગણામાં સ્ટેરીંગ લોક મારી મુકી સાસરી ધનારપાટીયા ગામે ગયા હતા. તે દરમિયાન ચોર ઇસમોએ તેમની બાઇકનું સ્ટેરીંગ લોક તોડી કે ડુપ્લીકેટ ચાલી લગાવી ચોરી કરી લઇ ગયા હતા.

આખો દિવસ સાસરીમાં રોકાયા બાદ રમેશભાઇ સાંજના ચારેક વાગ્યે ઘરે પરત આવતાં આંગણામાં મુકેલી બાઇક જોવા ન મળતાં આજુબાજુમાં તપાસ કરી હતી પરંતુ કોઇ પતો લાગ્યો ન હતો. આ સંદર્ભે રમેશભાઇ મોહનિયાએ ધાનપુર પોલીસ મથકે 25,000 રૂ.ની બાઇક ચોરી કરી જતાં તસ્કરો વિરૂદ્ધ ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે…





Related News

Comments are Closed

%d bloggers like this: