કાર્યવાહી: ભથવાડા ટોલનાકેથી રૂા.87 હજારના દારૂ સાથે 2 ઝડપાયા; દારૂ, 3 મોબાઇલ અને કાર મળી1.91 લાખનો મુદ્દામાલ જપ્ત

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Dahod
  • 2 Arrested From Bhatwada Tolnake With Liquor Of Rs.87 Thousand; Alcohol, 3 Mobiles And A Car Worth Rs 1.91 Lakh Were Seized

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દાહોદએક કલાક પહેલા

  • કૉપી લિંક
  • દારૂ વડોદરા જતો હતો, દેવગઢ બારિયા પોલીસમાં ગુનો નોંધાયો

દાહોદ જિલ્લાના દેવગઢ બારિયા પોલીસ મથકના સી. પીએસઆઇ એન.જે.પંચાલ તથા સ્ટાફ ભથવાડા ટોલનાકા ઉપર વાહન ચેકીંગમાં હતા. તે દરમિયાન દાહોદ તરફથી જીજે-18-એએચ-4134 નંબરની ગાડીમાં વિદેશી દારૂ ભરી વડોદરા તરફ જવાના છે. તે બાતમી આધારે વોચ ગોઠવી ભથવાડા ટોલનાકા ઉપર ઉભા હતા.

ત્યારે પીપલોદથી બાતમીવાળી ગાડી આવતા તેને ઉભી રખાવતાં ગાડીમાં સવાર ડ્રાઇવર ગરબાડા તાલુકાના અભલોડ ગાના રોશન મનુ સોલંકી તથા બાજુની સીટમાં બેઠેલ વડોદરાના પ્રતાપનગરના શાહીલ સાજીદ અલી શેખને નીચે ઉતારી અંદર તલાસી લેતાં પાછળના ભાગે ડીકીમાં શંકાસ્પદ વસ્તુ જણાતા પૂછપરછ કરતાં બન્નેએ સંતોષકારક જવાબ નહી આપતાં ડીકીના શંકાસ્પદ વસ્તુની તલાસી લેતાં તેમાંથી વિદેશી દારૂની 11 પેટીઓ તથા છૂટી 36 બોટલો મળી કુલ 168 બોટલ જેની કિંમત 87,360ની મળી હતી. દારૂ તથા ત્રણ મોબાઇલ ફોન 4000 કિંમત 1,00,000ની ગાડી મળી કુલ 1,91,360ના મુદ્દામાલ સાથે બન્નેની ધરપકડ કરી દેવગઢ બારિયા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે…

Related News

Comments are Closed

%d bloggers like this: