કાર્યવાહી: ભથવાડામાં વડોદરાના બૂટલેગરનો રૂપિયા 10 લાખના દારૂનો જથ્થો ઝડપાયો

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દાહોદ2 કલાક પહેલા

  • કૉપી લિંક

મધ્યપ્રદેશ થી વડોદરા લઇ જવાતો બિઅરનો જથ્થો ભથવાડાથી ઝડપાયો હતો.

  • દેવાંગ જયસ્વાલ જથ્થો મ.પ્ર.થી લઇ જતો હતો, ચાલક ફરાર

દેવગઢ બારિયા તાલુકાના ભથવાડા ટોલનાકા ઉપર 10 લાખનો બિઅરનો જથ્થો ભરેલી ટ્રક પોલીસના હાથે પકડાઇ હતી. વડોદરાના દિવ્યાંગ જયસ્વાલ નામક બૂટલેગરે મધ્યપ્રદેશથી મંગાવેલો આ જથ્થો વડોદરા લઇ જવાઇ રહ્યો હતો. ટ્રકનો ચાલક તો ફરાર થઇ ગયો હતો પરંતુ ઝડપાયેલા ક્લીનરની પુછપરછ બાદ પોલીસ દ્વારા ગુનો દાખલ કરવામાં આવ્યો છે. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, વડોદરાના બૂટલગેર દેવાંગ ઉર્ફે બંટી સુંદરલાલ જયસ્વાલ દ્વારા મધ્યપ્રદેશથી વિદેશી દારૂનો જથ્થો મગાવાયો હોવાની બાતમીના આધારે દેવગઢ બારિયાના પીએસઆઇ એન.જે પંચાલ સહિતના સ્ટાફે સાંજના સમયે ઇન્દૌર-અમદાવાદ હાઇવે ઉપર ભથવાડા ટોલનાકે ચેકિંગ હાથ ધર્યુ હતું.

સાંજના સાત વાગ્યાના અરસામાં .MP.9.GR.3101 નંબરની ટ્રકને રોકવામાં આવતાં ઇન્દૌરના ખજરાના વિસ્તારનો ચાલક અબ્દુલ જબ્બાર અબ્દુલ ગફ્ફાર પઠાણ ભાગી છુટ્યો હતો. જ્યારે ફરાર થયેલા ઇન્દૌરના ક્લીનર રૂપેશ પ્રકાશ જૈનને પીછો કરીને ઝડપી પાડવામાં આવ્યો હતો. તપાસ કરતાં ટેમ્પોમાંથી 291 પેટીમાંથી બિઅરના 10448 ટીન કિંમત રૂપિયા 10,83,840ના મળી આવ્યા હતાં. પોલીસે છ લાખની ટ્રક પણ જપ્ત કરી હતી. આ સાથે પોલીસે ટ્રકમાંથી બે મોબાઇલ પણ જપ્ત કર્યા હતાં. આ મામલે દેવગઢ બારિયા પોલીસે ચાલક અબ્દુલ ગફ્ફાર, ક્લીનર રૂપેશ, દારૂ મંગાવનાર વડોદરાનો દેવાંગ ઉર્ફે બંટી અને અલ્તાફભાઇ નામક ઇન્દૌરના ટ્રકના માલિક સામે ગુનો દાખલ કરીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.


Related News

Comments are Closed

%d bloggers like this: